આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, કાંકરેજ

કાંકરેજના ચાંગા ખાતે આંજણા ચૌધરી સમાજનાં વિરભણભાઈ દેવાભાઈ પટેલની નવીન દેસાઈ તરીકેના પદ ઉપર પસંદગી થઈ છે. પંડિત ગૌતમભાઈ દવેનાં મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિવિધાનથી કુમકુમ તિલક કરી પારંપારિક સામાજિક રીતરિવાજ મુજબ નવીન દેસાઈ તરીકેની પાઘડી પહેરાવવામાં આવી હતી. જ્યાં વિનોદભાઇ પટેલ (જામપુરવાળા) તરફથી ૫૧૦૦ રોકડા તેમજ શાલ ઓઢાડી સન્માન કર્યુ હતુ. પ્રસંગમાં કાંકરેજી આંજણા ચૌધરી સમાજનાં આગેવાનો તેમજ સમસ્ત ચાંગા ગ્રામજનોએ નવનિયુક્ત દેસાઈને શાલ ઓઢાડી તેમજ શ્રીફળ આપી સન્માન સાથે શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે થરા માર્કેટયાર્ડના ચેરમેન અણદાભાઈ પટેલ, દિયોદર ધારાસભ્ય શિવાભાઈ ભુરીયા, પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ તરક, અમથાભાઇ પટેલ (એ.પી.એમ.સી.રાધનપુર), ભેમાભાઇ પટેલ-દેસાઇ ચાંગા,અમરાભાઈ પટેલ- નેસડા, ઈશ્વરભાઈ પટેલ-રતનગઢ, અખાભાઈ કે.પટેલ-ચાંગા, રાજાભાઈ આર.પટેલ-અધગામ, અણદાભાઈ સામતાભાઈ પટેલ-થરા, રામજીભાઈ પટેલ, દાનાભાઈ પટેલ-અધગામ, રેવાભાઈ પટેલ-ચાંગા,પેથાભાઇ પટેલ-ચાંગા, નારણભાઇ પટેલ-ચાંગા, ભેમાભાઇ પટેલ-અધગામ સહિતના હાજર રહ્યાં હતા.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code