આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, કાંકરેજ

ખીમાણા હાઈસ્કુલમાં આનંદ મેળો યોજાયો : વિઘ્યાથીઓ વિવિધ સ્ટોલ બનાવી આનંદ મેળાની મજા માણી

કાંકરેજ તાલુકાનાં ખીમાણા ગામે એમ.ડી. અભિનવ ભારતી વિઘ્યાલયમાં છેલ્લા પંદર વર્ષથી અંગ્રેજી વર્ષનાં પ્રારંભે આનંદ મેળાનું આયોજન કરવામાં આવે છે. બીજી જાન્યુઆરીના રોજ હાઈસ્કુલમાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે વિદ્યાર્થી ભાઈ-બહેનો દ્વારા શાળાનાં પટાંગણમાં મંડપ સમિયાણો બાંધી વિવિધ પ્રકારના સ્ટોલ બનાવવામાં આવ્યા હતાં. જેમાં વડાપાઉ,દાબેલી,પાણીપુરી,સમોસા,આઈસ્ક્રીમ,બટાકાપૈઆ,ફાફડા-જલેબી-ગોટા-પાપડી-ચટણી,ખમણ,ઢોકળા,ભેળ જેવા વિવિધ પ્રકારનાં ખાણી-પીણીના સ્ટોલ બનાવ્યા હતાં. આનંદ મેળામાં હાઈસ્કુલનાં તમામ શિક્ષક સ્ટાફ પરિવાર, શાળાનાં વિદ્યાર્થી ભાઈ-બહેનો,ખીમાણાની આજુબાજુની પ્રાથમિક શાળાનાં બાળકોએ વિશાળ સંખ્યામાં હાજર રહી અલગ-અલગ સ્ટોલ ઉપરથી વિવિધ પ્રકારની ખરીદી કરી આનંદ મેળાની મજા માણી હતી. હાઈસ્કુલનાં ઈન્ચાર્જ આચાર્ય બાબુભાઈ.ટી.પટેલ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાઈસ્કુલનાં તમામ શિક્ષક સ્ટાફ પરિવારનો સહયોગ રહયો હતો.

અહેવાલ- ભગવાન રાયગોર – કાંકરેજ

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code