અટલ સમાચાર, કાંકરેજ
કાંકરેજ તાલુકાના સરપંચોની મીટીંગ દુગાવડાના હનુમાનજી મંદિરે યોજાઈ ગઈ. તાલુકાના સરપંચ એસોસિયેશન દ્વારા શિહોરી રેફરલ હોસ્પિટલ ખાતે ફ્રૂટ તેમજ બિસ્કીટ દર્દીઓને આપવામાં આવ્યા હતા. સરપંચ એસોસિયેશનના પ્રમુખ ગીતાબેન જોશી, ઉપપ્રમુખ સમુજી ડાભી અને ધર્મિષ્ઠાબેન પટેલ, મંત્રી જેગુશભાઇ પટેલ, સહમંત્રી તારાબેન વાઘેલા સહિત રણાવાડા, વડા, શિરવાડા, શિહોરી, મૈડકોલ, આબલુંન, માંડલા, કુવારવા, કંબોઈ, ઉંબરી, નગોટ, ઝાલમોર, રાજપુર અને ઉચરપી ગામના સરપંચ ઉપસ્થિત રહ્યા હતા.