આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,કાંકરેજ

કાંકરેજ તાલુકાના સસ્તા અનાજના સંચાલકો દ્વારા પરમીટ કાઢી ઓનલાઇન ચલણ ભરવામાં આવેલ છે. જોકે શિહોરી માલગોડાઉન ખાતે ખાંડના જથ્થાના અભાવે 40 (ચાલીસ) ગ્રાહક ભંડારને માંહે ડિસેમ્બર/૨૦૧૮ના માસનો માલ ઇસ્યુ થયેલ નથી. જે હકીકતે ખાંડનો જથ્થો 10 ડિસેમ્બર થી 15 ડિસેમ્બર સુધીમાં દુકાનદારને મળી જતો હોય છે. જે આજ સુધી ના મળ્યો હોવાથી ગ્રાહકો પરેશાન છે. દુકાનદારને ત્યાં જઈ ખાંડ માટે માંગ કરે તો દુકાનદાર કહી રહ્યાં છે કે સરકાર માલ ગોડાઉનમાં મોકલાવે ત્યારે અમારી પાસે આવેલ નથી. તો અમો તમને ક્યાંથી લાવી આપીએ ? કાંકરેજ મામલતદાર કચેરી ઘ્વારા જાણવા મળેલ કે જિલ્લા પુરવઠા અધિકારીને લેખિત રજૂઆત કરેલ છે. પણ હજુ સુધી ખાંડનો જથ્થો ફળવવામાં આવ્યો નથી.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code