આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,કાંકરેજ (ભગવાન રાયગોર)

કાંકરેજ તાલુકા કેળવણી મંડળ સંચાલીત ધી પ્રગતિ બેંક પ્રાથમિક શાળાના ધોરણ ૮ ના વિદ્યાર્થી ભાઈ બહેનોનો દીક્ષાંત સન્માન સમારોહ મંડળના પ્રમુખ ધીરજકુમાર કિર્તીલાલ શાહના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
આ પ્રસંગે શાળાના આચાર્ય અંજુબેન ઠક્કર તથા સ્ટાફે મહાનુભાવોનું શાબ્દિક તથા શ્રીફળ સાકર પુસ્તક અર્પણ કરી સ્વાગત કર્યુ હતુ. સમારંભના અધ્યક્ષ ધીરજકુમાર આશીર્વચન આપતા જણાવ્યું હતું કે, મંડળ આ વિસ્તારના વિદ્યાર્થી ભાઈ-બહેનોને ઘર આંગણે કેજી બાલમંદિરથી માંડીને કોલેજ ક્ષેત્ર સ્નાતક અનુસ્નાતક કક્ષા સુધીનું શિક્ષણ આપી રહી છે. એટલે મંગળવારે આ પ્રસંગને વિદાય નહિ પણ દીક્ષાંત સન્માન સમારોહ કહું છું. હું ધોરણ 8ના વિદ્યાર્થી ભાઈ-બહેનોને શુભકામના પાઠવું છું કે તેઓ વિદ્યાર્થીકાળમાં શાયરી મહેનત કરી ઉજ્જળ પરીણામ મેળવે ધોરણ-૯માં ઓગડ વિદ્યામંદિર તથા શેઠ સી.એમ.શાહ કન્યામાં એડમિશન લઈ કોમ્પ્યુટર સાથેનું ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે. આ પ્રસંગે યશપાલસિંહ.ટી.વાઘેલા, જગદીશભાઈ પટેલ, અલકાબેન શાહ તથા સ્ટાફ હાજર રહે શુભેચ્છા પાઠવી હતી. મધ્યાન ભોજન સંચાલક વિનોદભાઇ પરમારે વર્ષ દરમિયાન શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થી ભાઈ-બહેનોને પ્રોત્સાહન ભેટ આપી સન્માનિત કર્યા હતા.તમામ બાળકોએ સ્ટાફ સાથે મિષ્ટાન સાથેનું ભોજન લીધું હતું. કાર્યક્રમનું સંચાલન નસીમબેન બલોચે કર્યું હતું.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code