કાંકરેજ: ખારીયા ખાતે મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાયો

અટલ સમાચાર,કાંકરેજ(ભગવાન રાયગોર) કાંકરેજ તાલુકાના ખારિયા ગામના શિવજીનો મહિમા અપરંમપાર છે ત્યારે દર પુનમ અમાવસના ગામલોકો દ્રારા ભજન યોજવામા આવે છે. ત્યારે વારે તહેવારે પણ આ મંદીરે કાર્યક્રમો યોજાતા રહે છે. કાંકરેજ તાલુકાના ખારિયા ગામે આવેલ ખારેશ્ર્વર મહાદેવ નામથી જાણીતુ મંદિર છે. આ મહાદેવનુ મંદિર મહાદેવનો મહીમા અપરમપાર છે .ત્યારે મહા શિવારાત્રીના દીવસે ગામ લોકોએ
 
કાંકરેજ: ખારીયા ખાતે મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાયો

અટલ સમાચાર,કાંકરેજ(ભગવાન રાયગોર)

કાંકરેજ તાલુકાના ખારિયા ગામના શિવજીનો મહિમા અપરંમપાર છે ત્યારે દર પુનમ અમાવસના ગામલોકો દ્રારા ભજન યોજવામા આવે છે. ત્યારે વારે તહેવારે પણ આ મંદીરે કાર્યક્રમો યોજાતા રહે છે.

કાંકરેજ તાલુકાના ખારિયા ગામે આવેલ ખારેશ્ર્વર મહાદેવ નામથી જાણીતુ મંદિર છે. આ મહાદેવનુ મંદિર મહાદેવનો મહીમા અપરમપાર છે .ત્યારે મહા શિવારાત્રીના દીવસે ગામ લોકોએ દર્શન કરીને ધન્યાતા અનુભવી હતી. તેમજ હવનનુ પણ આયોજન કરવામા આવ્યુ હતુ. તેમજ સમસ્ત ગામલોકો અને ખારીયા (યુવા મિત્ર સંગઠન) દ્રારા રાત્રે ભવ્ય સંતવાણી કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા ખુબ બહોળી સંખ્યામા ગામ લોકો અને ભાવિક ભક્તોએ સંતવાણીનો લ્હાવો લીધો હતો. ત્યારે નામી કલાકારો દ્રારા સુદર ભજનોના સુર રેલાવીને લોકોને મંત્રમૃગ્ધ કર્યા હતા. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે કાંકરેજના ધારાસભ્ય કિતિસિંહ વાઘેલા તેમજ ગામ લોકો સંતવાણી કાર્યક્રમા ઉપસ્થિત રહીને કાર્યક્રમને શોભાવ્યો હતો.