આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,કાંકરેજ (રામજી રાયગોર)

ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ૧૧ મી જુલાઇ વિશ્વ વસ્તી દિન તરીકે દર વર્ષ ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સંજય શાહની પ્રેરણાથી તથા તાલુકા હેલ્થ ઓફિસર કાકરેજ ડો. હિતેન્દ્ર ઠાકોરના સીધા માર્ગદર્શન હેઠળ શિહોરી ખાતે લોકોમાં સિમિત પરિવાર સુખી પરિવાર વિશે લોકોમાં આવે તે હેતુસર રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

આ રેલી શિહોરી પ્રા.શાળા નં-૧ના વિદ્યાર્થીઓ પ્રા.આ.કે.ખીમણાના આરોગ્ય સ્ટાફ આશા સ્ટાફ તાલુકા સુપરવાઇઝરી સ્ટાફ દ્વારા રેલી યોજવામાં આવી હતી. આ રેલીની લીલીઝંડી કાકરેજ તાલુકા મામલતદાર મંજુલાબા.ટી. રાજપૂતના વરદ હસ્તે તેમજ નાયબ તાલુકા વિકાસ અધિકારી કાકરેજ અનિલભાઈ ત્રિવેદી તેમજ વિસ્તરણ અધિકારી કનુભાઈ પટેલ અને તાલુકા હેલ્થ ઓફિસર ડો. હિતેન્દ્ર ઠાકોર તથા શાળા પરિવાર શિક્ષક ગણ ઉપસ્થિત રહી રેલીને પ્રસ્થાન કરવામાં આવી હતી.

add bjp

રેલી શિહોરી પ્રા.શાળા નં-૧ ના ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓ તથા આરોગ્ય સ્ટાફ તેમજ આશા સ્ટાફ દ્વારા ગરબી ચોક થી શહેરના મુખ્ય માર્ગથી તાલુકા પંચાયત કચેરી મામલતદાર કચેરી થી પરત પ્રા.શાળા નંબર 1 ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. રેલીમાં બાળકો તેમજ આરોગ્ય સ્ટાફ દ્વારા નાનુ કુટુંબ સુખી કુટુંબ અમે બંને એક અમારું એક જેવા સૂત્રો દ્વારા સૂત્રોચાર કરીને જનજાગૃતિ લાવવા માં આવી તેમજ દિકરી યોજના કુટુંબ કલ્યાણ બિનકાયમી પદ્ધતિ અંગે અને એન એસ વી અપનાવો પતિ નંબર ૧ બનો જેવા વિષયોની પત્રિકાઓની વહેંચણી કરી અને બેનર્સ દ્વારા જનજાગૃતિ લાવવામાં આવી હતી.

સમગ્ર કાર્યક્રમનું આયોજન થયા અમલીકરણ તાલુકા હેલ્થ વિઝિટર કુ.ડી.જી.વાઘેલા,ટી.એમ.પી.એચ.એસ., એ.એસ.પ્રજાપતિ, તાલુકા ટેકો ક્રો-ઓડીનેટર, ડો.જે.એમ.ડોડીયા, ખીમણાં ફી.હે.સુ.મંજુલાબેન પરમાર તથા મ.પ.હેસુ.ખીમણાં, કબોઈ દ્વારા કરવામાં આવ્યુ હતુ.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code