આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,કાંકરેજ (ભગવાન રાયગોર)

કાંકરેજ તાલુકાના આકોલી ગામે વણઝારી માતાજી ના લાભાર્થે વાઘેલા હરિસિંહ શિવુંભાએ પોતાના જન્મદિવસે આયોજન કર્યું હતું. આ ડાયરામાં ઉત્તર ગુજરાત ના લોકગાયક કલાકારો અશોક ઠાકોર અને મિત્તલ ઠાકોર પોતાની સંગીત ટીમ સાથે ઉપસ્થિત રહીને લોકોને ગરબા લોકગીતો થી તરબોળ કરી દીધા હતા.


આ ઉપરાંત મોટી સંખ્યામાં લોકોએ માતાજીના ગરબા ઉપર રૂપિયાની રેલમછેલ ઉડાડી હતી.જેમાં જન્મદિવસની આ શાનદાર ઉજવણીમાં આકોલી સરપંચ ગાડાંજી વાઘેલા, દિનુભા રાઠોડ,કિંતુભા, મહેન્દ્રસિંહ, રાજેન્દ્રસિંહ, રાધેક્રિષ્ના વોટર સપ્લાયર્સ, વિપુલ વાઘેલા સહિત અન્ય આગેવાનો ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા. આ આયોજનને લઇ શિહોરી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ત્યારે,હજારોની સંખ્યામાં લોકો એ આ ડાયરા નો લાભ લઈ ખુશી વ્યક્ત કરી હતી.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code