કાંકરેજ: ગાયનો પગ કાપી નાંખતાં જીવદયા પ્રેમીઓમાં રોષ ફેલાયો

અટલ સમાચાર,કાંકરેજ બનાસકાંઠા જીલ્લામાં ગાય ઉપર અસામાજીક તત્વોએ હુમલો કરી પગ કાપી દીધાનું સામે આવ્યુ છે. કાંકરેજના થરા-ભાભર હાઇવે પર શનિવારે સાંજના સમયે એક ગાય જેનો પગલ તિક્ષ્ણ હથિયાર વડે કાપી નાંખેલી હાલતમાં મળી આવતા ચકચાક મચી ગઇ છે. જીવદયા પ્રેમીઓ દ્વારા થરા ગૌશાળાની એમ્બ્યુલન્સને જાણ કરતાં ક્રેન મારફતે ગૌસેવકો દ્વારા ગાયને સારવાર માટે થરાની
 
કાંકરેજ: ગાયનો પગ કાપી નાંખતાં જીવદયા પ્રેમીઓમાં રોષ ફેલાયો

અટલ સમાચાર,કાંકરેજ

બનાસકાંઠા જીલ્લામાં ગાય ઉપર અસામાજીક તત્વોએ હુમલો કરી પગ કાપી દીધાનું સામે આવ્યુ છે. કાંકરેજના થરા-ભાભર હાઇવે પર શનિવારે સાંજના સમયે એક ગાય જેનો પગલ તિક્ષ્ણ હથિયાર વડે કાપી નાંખેલી હાલતમાં મળી આવતા ચકચાક મચી ગઇ છે. જીવદયા પ્રેમીઓ દ્વારા થરા ગૌશાળાની એમ્બ્યુલન્સને જાણ કરતાં ક્રેન મારફતે ગૌસેવકો દ્વારા ગાયને સારવાર માટે થરાની શ્રીકૃષ્ણ ગૌશાળામાં વધુ સારવાર માટે લાવવામાં આવી હતી.

એક બાજુ કાંકરેજ તાલુકાના ખોડા ગામે જીવદયાપ્રેમી ખેડુતે પોતાના ખેતરમાં ઉભેલી 3 વિધા બાજરીમાં આઠ દિવસથી ભુખી ગાયો ચરાવી માનવધર્મ નિભાવ્યો હતો ત્યારે કાંકરેજ તાલુકાના થરા-ભાભર હાઇવે ઉપર શનિવારના રોજ સાંજના સુમારે વજેગઢ અને ભાવનગર વચ્ચે રોડ ઉપર પગ કપાયેલી ગાય જોવા મળતા ચકચાર મચી ગઇ છે. આ ધટનાની જાણ થતાં સમગ્ર કાંકરેજ તાલુકામાં પગ કાપનારા વિધર્મી ઉપર લોકોનો તેમજ ગૌસેવકો અને જીવદયાપ્રેમીઓમાં રોષની લાગણી સાથે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી લોકમાંગ ઉઠી હતી.

હાલ ગરમીનો પારો સતત વધતો જાય છે.તેમજ કાંકરેજ તાલુકાને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. અબોલ પશુઓ માટે લોકો મદદરૂપ થવા માટે અનોખો અભિયાન ચલાવે છે. થોડા દિવસો પહેલા કાંકરેજ તાલુકાના ખોડા ગામે એક ખેડૂતે પોતાના ખેતરમાં ઉભેલા 3 વિઘા બાજરી ગાયોને ચરવા માટે આપી અને પુણ્યનું કામ કર્યું હતું. જ્યારે બીજી બાજુ તે જ તાલુકાના વિસ્તારમાં વિધર્મી એ ગાયનો પગ કાપી નાખતા ફિટકારની લાગણી સાથે રોષ દેખાયો હતો. તાલુકામાં આ વિધર્મીને પકડીને કડકમાં કડક કાર્યવાહી કરવાની લોકમાંગ ઉઠવા પામી હતી.