કાંકરેજ: બિભત્સ ફોટા વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચરતા ફરીયાદ

અટલ સમાચાર,કાંકરેજ બનાસકાંઠાના કાંકરેજ ગામની સીમમાં આવેલા ખેતરમાં એક સગીરા બાજરીની આડમાં સ્નાન કરી રહી હતી ત્યારે તેના ગામના જ પ્રવિણ ઠાકોર નામના યુવકે તેના અશ્વીલ ફોટા પાડી લઇ તેને ફોટા વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગઇ છે. જોકે યુવતિના પિતાએ સમગ્ર મામલે પોલીસ ફરીયાદ કરતા પોલીસે પોસ્કો એકટ હેઠળ ગુનો નોંધી
 
કાંકરેજ: બિભત્સ ફોટા વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચરતા ફરીયાદ

અટલ સમાચાર,કાંકરેજ

બનાસકાંઠાના કાંકરેજ ગામની સીમમાં આવેલા ખેતરમાં એક સગીરા બાજરીની આડમાં સ્નાન કરી રહી હતી ત્યારે તેના ગામના જ પ્રવિણ ઠાકોર નામના યુવકે તેના અશ્વીલ ફોટા પાડી લઇ તેને ફોટા વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગઇ છે. જોકે યુવતિના પિતાએ સમગ્ર મામલે પોલીસ ફરીયાદ કરતા પોલીસે પોસ્કો એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

કાંકરેજના પ્રવિણ ઠાકોર નામના યુવકે ગામની સગીરા જ્યારે ખેતરમાં બાજરીની આડમાં સ્નાન કરી રહી હતી ત્યારે તેને મોબાઇલમાં ફોટા પાડી બાદમાં સગીરાને આ ફોટા વાયરલ કરવાની ધમકી આપી અને તેના પર દુષ્કર્મ આચર્યુ હતું. સગીરાની ફરિયાદ મુજબ પ્રવિણ ઠાકોરે તેના પર દુષ્કર્મ આચરી લીધા બાદ તેના અશ્લીલ ફોટા વાયરલ કર્યા હતા. સમગ્ર મામલે સગીરા અને તેના પિતાએ શિહોરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સગીરાની ફરિયાદના આધારે શિહોરી પોલીસ સ્ટેશનને દુષ્કર્મ અને પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી અને આરોપી પ્રવિણની શોધખોળ હાથ ધરી છે.