કાંકરેજ: વિજ ચેકીંગ બંધ કરવાં અને નર્મદાનું પાણી છોડવા આવેદનપત્ર અપાયું

અટલ સમાચાર,કાંકરેજ (રામજી રાયગોર) કાંકરેજ તાલુકાના ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ. શિહોરી જીઈબીમાં કાંકરેજના ખેડૂતોએ એકઠા થઇ શિહોરી અને ડીસાના કાર્યપાલક ઈજનેર પટેલને વિજ ચેકીંગ બંધ કરવાં માટે રજુઆત કરી હતી. ખેડુતોએ અન્ય મુદ્દાઓ વિષે આવેદનપત્ર આપ્યા બાદ રેલી યોજી મામલતદાર કચેરીમાં પહોંચ્યા હતા. ખેડુતોએ કાંકરેજ મામલતદાર એમ.ટી.રાજપુતને પણ આવેદનપત્ર આપ્યું હતું.
 
કાંકરેજ: વિજ ચેકીંગ બંધ કરવાં અને નર્મદાનું પાણી છોડવા આવેદનપત્ર અપાયું

અટલ સમાચાર,કાંકરેજ (રામજી રાયગોર)

કાંકરેજ તાલુકાના ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ. શિહોરી જીઈબીમાં કાંકરેજના ખેડૂતોએ એકઠા થઇ શિહોરી અને ડીસાના કાર્યપાલક ઈજનેર પટેલને વિજ ચેકીંગ બંધ કરવાં માટે રજુઆત કરી હતી. ખેડુતોએ અન્ય મુદ્દાઓ વિષે આવેદનપત્ર આપ્યા બાદ રેલી યોજી મામલતદાર કચેરીમાં પહોંચ્યા હતા.

કાંકરેજ: વિજ ચેકીંગ બંધ કરવાં અને નર્મદાનું પાણી છોડવા આવેદનપત્ર અપાયું

ખેડુતોએ કાંકરેજ મામલતદાર એમ.ટી.રાજપુતને પણ આવેદનપત્ર આપ્યું હતું. જેમાં બનાસ નદીમાં પાણી છોડવા માટે રજુઆત કરી આવેદનપત્ર આપ્યું હતું. મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહી સવારથી સાંજ સુધી પોતાની માંગો ઉપર અટલ રહ્યાં હતા. ત્યારબાદ જીઈબીના અધિકારીઓએ આવેદનપત્ર લઈ માંગણીઓ સ્વીકારી લીધી હતી ત્યારે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.

કાંકરેજ: વિજ ચેકીંગ બંધ કરવાં અને નર્મદાનું પાણી છોડવા આવેદનપત્ર અપાયું

ખેડૂતોને ચોમાસામાં બોર બંધ હોવાથી અત્યારે ચેકીંગ કરવામાં આવે ત્યારે લોડ વધારો આવતો હોવાથી આંદોલનનો માર્ગ ઉપર પોતાની માંગણીઓ સરકાર સામે અને વિજ કંપની સામે મૂકી છે ત્યારે તંત્ર દ્વારા ખેડૂતોની માંગણીઓ ક્યારે પુરી પાડવામાં આવશે તે જોવું રહ્યું.