આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,કાંકરેજ (રામજી રાયગોર)

કાંકરેજના ભલગામ ગણેશ યુવક મિત્ર મંડળ દ્વારા સતત ચોથા વર્ષે ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પહેલા દિવસે સવારે ગણેશજીની સ્થાપના કર્યા બાદ સાંજે જલારામ ભક્ત મંડળ (થરા) દ્વારા ભવ્ય ભજનભાવનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના ભલગામ ખાતે ગણેશ યુવક મિત્ર મંડળ દ્વારા દર વર્ષે ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ચોથા વર્ષમાં મંગલપ્રવેશ કરતા ભલગામ ગણેશ યુવક મિત્ર મંડળ દ્વારા ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પહેલા દિવસે સવારે ગણેશજીની સ્થાપના કર્યા બાદ સાંજે જલારામ ભક્ત મંડળ (થરા) દ્વારા ભવ્ય ભજનભાવનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

જલારામ ભક્ત મંડળથી અચરતલાલ ઠક્કર, વિજભાઈ ઠક્કર, નિરંજનભાઈ તેમજ જે.વી માસ્ટર, ઉમેશભાઈ પ્રજાપતિ અને ગામના આગેવાનોમાં જી.પં. સદસ્ય પુરણસિંહ વાઘેલા, સરપંચ વિજુભા વાઘેલા, મનુભા વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. ગણેશ યુવક મિત્ર મંડળના ભરતસિંહ વાઘેલા, નવીનભાઈ, હરેશભાઇ જોશી, પિન્ટુભા જોશી, અરવિંદસિંહ માસ્ટર, નરેન્દ્રસિંહ, જોરુભા વાઘેલા, માનદેવસિંહ હિતેશ જોષી, રાહુલ, વિરસિંહ અને મહિલા મંડળે મોટી સંખ્યામાં હાજરી આપી દાદાના 7 (સાત)વાગ્યા સુધી ગુણગાન ગાઈ ધાર્મિક ભાવના જોવા મળી હતી.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code