આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, કાંકરેજ (ભગવાન રાયગોર)

લોકસભાની ચૂંટણીને લઈ સભાનો દોર ધમધમી રહ્યો છે ત્યારે પાટણ લોકસભાના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ કાંકરેજ તાલુકાના ગામોમાં પ્રવાસ શરૂ કર્યો છે. ઉંબરી, અરડુવાડા, શીહોરી, ખીમાણા, ખોડા, નાણોટા, ઝાલમોર, પાદરડી, કાકર, વડા, ઉણ, તાતિયાણા, થરા-તાણા સહિતના ગામોમાં સભાઓ ગજવી હતી. જેમાં કાંકરેજ તાલુકાના મતદારોને આહ્વાન કર્યું હતું કે વિકાસમાં પાછી પાની નહીં કરીએ. કાંકરેજ તાલુકાના જે વિકાસના કામો બાકી છે તે પૂરા કરીશ. નરેન્દ્રભાઈ મોદીને ફરી દેશના વડાપ્રધાન બનાવવા પોતાને ચુંટવા સંબોધન કર્યું હતું.

આ પ્રસંગે કાકરેજ ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા, ભરતભાઈ રાજગોર, બનાસકાંઠા જિલ્લા મહામંત્રી ભારતસિંહ ભટેસરિયા, હરગોવનભાઈ શિરવાડીયા, માર્કેટયાર્ડના ચેરમેન અણદાભાઈ પટેલ, સાંતુભા ડાભી, સુખદેવસિંહ સોઢા, અશ્વિનભાઈ શાહ, હંસપુરી ગૌસ્વામી, ડાયાભાઈ પીલિયાતર, ઝેણુંભા વાઘેલા અને ભરતસિંહ વાઘેલા સહિતના આગેવાનો તેમજ કાર્યકરો હાજર રહ્યા હતા

.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code