અટલ સમાચાર,કાંકરેજ (ભગવાન રાયગોર)
હાલમાં યોજાનારી લોકસભાની ચૂંટણી ભાજપ પક્ષ તરફથી પાટણ જિલ્લાની સીટ પર ભરતસિંહ ડાભીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ત્યારે સમગ્ર જિલ્લામાં ભાજપના તમામ કાર્યકરો સાથે સંપર્ક તથા શુભેચ્છા કાર્યક્રમના ભાગરૂપે કાંકરેજ તાલુકામાં શુભેચ્છા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
કાંકરેજ તાલુકાના દુગાવાડા મહારાજા જિનિંગ મિલમાં કાંકરેજ તાલુકાના ભાજપના કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે બનાસકાંઠા તથા પાટણ જિલ્લાના કાર્યકરો તથા મોવડીમંડળ હાજર રહ્યું હતુ. તેમજ બનાસકાંઠા ભાજપના મહામંત્રી ભારતસિંહ ભટેસરિયાએ જણાવ્યું હતું કે, ભાજપની યોજનાઓનો લાભ લઈ લોકો ખુશ છે. અને આજે લોકો ભાજપને આવકારે છે. 108ની સેવા હોય, માં અમૃતમ કાર્ડ હોય, આયુષ્યમાન ભારત યોજના હોય કે પછી જનની સુરક્ષા યોજના હોય તમામ યોજનાઓનો લાભ ગરીબ હોય કે અમીર તમામને આ લાભ પ્રાપ્ત થાય છે.
આ પ્રસંગે પાટણ જિલ્લાના લોકસભાના ઉમેદવારે પણ કાર્યકરોને શુભેચ્છા પાઠવતા કાર્યકરોને વિશ્વાસ આપ્યો હતો કે ,પ્રજાના કામો કરવા હું ક્યારેય પાછો નહીં પડું અને હું પક્ષના નાનામાં નાના કાર્યકરને સાથે લઈને ચાલીસ એવી ભાવના પણ દર્શાવી હતી, આ પ્રસંગે કાંકરેજ ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલાએ પણ સરકારી યોજનાઓની માહિતી આપી હતી અને શુભેચ્છાઓ પાઠવી હતી. કાંકરેજના તમામ કાર્યકરોને જિલ્લાના ઉમેદવારને ખુબજ મોટી લીડથી જીતાડવા માટે આજથી જ મહેનત કરવા લાગી જવાની હાકલ કરી હતી. શુભેચ્છા મુલાકાતમાં કાંકરેજ તાલુકાના કાર્યકરો સામાજિક કાર્યકરો ભાજપ કાંકરેજ તથા પાટણ કારોબારીના સદસ્યો ભાજપ મોવડી મંડળ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.