આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, કાંકરેજ (ભગવાન રાયગોર)

કાંકરેજ તાલુકાના ચાંગા ગામ ખાતે આવેલા પૂર્વસાંસદ જગદીશ ઠાકોરના ફાર્મહાઉસ ખાતે કાંકરેજ કોગ્રેસ સમીતીની બેઠક યોજવામા આવી હતી. પાટણ લોકસભાની ચૂંટણી દરમિયાન પૂર્વસાંસદ જગદીશ ઠાકોરના ફાર્મ હાઉસ ઉપર બેઠકનું આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું અને કોંગ્રેસના ઉમેદવાર જાહેર થાય તે પહેલાં આગોતરું આયોજન કરાયું હતું.

પાટણ 3 લોકસભાની બેઠક પરથી ઝડપથી ટિકિટ મળે તેવા પ્રયત્નો ચાલુ છે.ત્યારે લોકસભા બેઠક પાટણના ઉમેદવાર તરીકે જગદીશ ઠાકોર નક્કી હોય તેવી પ્રબર શક્યતાઓ છે. ત્યારે આ શુભેચ્છા બેઠક સાથે મતદારોને રીઝવવા તેમજ બુથ લેવલ અને પછી અનેક પ્રકારની ચર્ચાઓ કરી ચૂંટણી માટે પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામા આવ છે. જો કે આ મીટીંગ દરમિયાન જગદીશ ઠાકોર હાજર રહ્યા ન હતા પણ એક વાત નક્કી હતી કે તેઓ પાટણ લોકસભાની બેઠક ઉપર ચૂંટણી લડી લેવાના મૂડમાં હોવાનું મનાય છે. આમ કાંકરેજ 15 વિધાનસભા મત વિસ્તારમાં ચાંગા પોતાના ફાર્મ હાઉસ ઉપર અમૃતજી ઠાકોર મંત્રી ગુજરાત પ્રદેશ કોગ્રેસની અધ્યક્ષસ્થાને મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં કાર્યકરો પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code