આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,કાંકરેજ (ભગવાન રાયગોર)

લોકસભા ચુંટણીનો મહાસંગ્રામ જામ્યો છે ત્યારે પાટણ લોકસભા 3 બેઠકમાં પૂર્વ સાંસદ અને હાલમાં કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોરનું જન સંમેલન કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે યોજાયુ હતું.

થરા ખાતે કોંગ્રેસ દ્રારા યોજાયેલ જન આશિવાદ સંમેલનમાં કાંકરેજ પૂર્વ ધારાસભ્ય ધારસિંહભાઈ ખાનપુરા, વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, સિદ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોર, ગોપાલસિંહ સોલંકી, પુરણસિંહ વાઘેલા, ઈશ્વર દેસાઈ, હેમુભાઈ જોષી પ્રમુખ કાંકરેજ કોંગ્રેસ, અમરતજી ઠાકોર ગુજરાત કોંગ્રેસ પ્રદેશ મંત્રી, મુર્તુજા એમ ઉકાણી મહામંત્રી કાંકરેજ તાલુકા કોંગ્રેસ તેમજ અન્ય પદાધિકારીઓ હોદ્દેદારો અને કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે કાંકરેજ તાલુકાના સમણવા ગામના સરપંચ રણસિંગ ભાજપનો ભગવો ઉતારી કોંગ્રેસમાં જોડાયા હતા.

આ સંમેલન દરમ્યાન જગદીશ ઠાકોરે ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે તેજાબી પ્રહારો કર્યા હતા. અને 2017માં આવેલા વિનાશકારી પુરમાં ખેડૂતો માટે અને ગરીબો માટે જાહેરકરેલ પેકેજ ક્યાં ગયા અને પછી પુલવામાં થયેલા આતંકવાદી હુમલામાં દેશના સૈનિકોને શ્રદ્ધાંજલિ વખતે ફોટા પડાવ્યા અને મત મેળવવા માટેના પ્રયત્નો ભાજપના નેતાઓએ કર્યા તેવા અનેક પ્રકારના આક્ષેપો કર્યા હતા. જગદીશ ઠાકોરે એક લાખ કરતા વધુ મતો સાથે જીત મેળવી ભાજપના ઉમેદવારને હરાવીને ઘરભેગા કરવાની રણનીતિ બનાવી લીધી હોય એમ સમગ્ર મંડપ પરિસરમાં લોકોએ તાળીઓના ગડગડાટથી જગદીશ ઠાકોરને વધાવી લીધા હતા.

બુથ ઉપર ટેલેન્ટેડ ભણેલા એજન્ટને જવાબદારી સોંપવામાં આવે તેની ઉપર ખાસ કરીને ચર્ચા કરી હતી અને દરેક મતદારોને ઘરે ઘરે જઈ એક સાકરની પડીકી કંકુ તેમજ પત્રિકા આપીને દરેક વ્યક્તિને પોતાના ઉમેદવારી પત્ર ભરવા માટે આમંત્રણ આપવામાં આવશે તેવું જણાવ્યું હતું. જોકે આશરે 18 લાખ કરતાં વધારે મતદારોને આ રીતે ઘરે ઘરે આવીને મતદારોને રીઝવવા માટે કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોરની ટીમ કરશે. ત્યારે પાટણ લોકસભાની ચૂંટણીમાં કાંટાની ટક્કર જોવા મળે એમાં કોઈ બે મત નથી. આ બાજુ પણ ભાજપના ઉમેદવાર તરીકે ખેરાલુ ધારાસભ્ય ભરતસિંહ ડાભીએ સાડાત્રણ લાખ મતે ભાજપનો ભગવો લહેરાશે અને વિજયી થશે તેવુ જણાવ્યુ હતુ. અને બનેં પક્ષ દ્વારા દાવા કરવામાં આવી રહ્યા છે .ત્યારે હવે આવનાર સમયમાં મતદારો કોને ફળશે તે 23 તારીખ મતદારો પોતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી નિર્ણય કરશે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code