આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,કાંકરેજ (રામજી રાયગોર)

બનાસકાંઠા જિલ્લાનાં કાંકરેજ તાલુકાના ભદ્રવાડી પ્રાથમિક શાળામાં આજ રોજ ડૉ. વિક્રમ સારાભાઈ સંકુલમાં ટોટાણાનું કલસ્ટર કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. તેમાં આજુબાજુની સાત શાળાઓમાંથી શિક્ષકો અને બાળવૈજ્ઞાનિકોએ જુદા જુદા 5 વિભાગોમાં કૃતિઓ રજૂ કરવામાં આવી હતી . દરેક વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને પેન આપી સી.આર.સી.કૉ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવી હતી.

કાર્યક્રમને ઉપસ્થિત મહેમાનો અને ગામના અગ્રણીઓ દ્વારા દીપ પ્રાગટય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ શુભ પ્રસંગે શાળાના આચાર્ય ગોપાલભાઈ જોષી દ્વારા પ્રાસંગિક ઉદબોધન અને આ પ્રદર્શન શા માટે? એ વિષય પર ચિંતન રજુ કરેલ.બીટકેની હિતેશભાઈ પરમાર દ્વારા બાળકોને વિજ્ઞાનના મહત્વ વિશે સુંદર સમજ આપેલ.સી.આર.સી.કૉ ભરતભાઇ શર્મા દ્વારા બાળકોને પ્રોત્સાહિત પ્રવચન આપવામાં આવેલ. બહારથી આવેલ અધિકારીગણ અને શિક્ષકોનું પુસ્તક આપી સન્માન કરવામાં આવેલ.કાર્યક્રમના અંતે સરકારી શાળામા ધોરણ -9 માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીનીઓને સાયકલનું વિતરણ કરવામાં આવેલ.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ બાળકો અને અતિથિઓને શાળાની બે શિક્ષિકા બહેનો સેજલબેન પટેલ અને હેતિકાબેન પટેલ દ્રારા એમના પૂર્વજોની યાદમાં દાલ-ભાત,પુરી-શાક, મોહનથાળ અને પાપડનું તિથિ ભોજન આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં બીટકેની ,પે.કેન્દ્રાચાર્ય ભરતભાઇ, સી.આર.સી.કૉ,એસ.એમ.સી અધ્યક્ષ ભૂરાજી જાલેરા, ઉપાધ્યક્ષ મુર્તુજાભાઈ,શિક્ષણવીદ દિલુભા વાઘેલા, મેલાજી ઠાકોર, મોહંમદ ઉકાણી (પત્રકાર), શાળાના શિક્ષક નિકુંજભાઈ, એસ.એમ.સી સભ્યો,ગામના આગેવાનો,ન શાળાઓના શિક્ષકો અને બાળ વૈજ્ઞાનિક હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સ્ટાફ ગણે ભારે જહેમત ઉઠાવેલ.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડી.કે.દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code