આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,કાંકરેજ (ભગવાન રાયગોર)

બનાસકાંઠાના દુદાસણ મુકામે ગત 28 ફેબ્રુઆરીએ સરકારી માધ્યમિક શાળા દુદાસણ ખાતે ધો.10.અને નિવૃત્ત શિક્ષકોનો વિદાય સમારંભ અને વાર્ષિક ઉત્સવ 2019 યોજવામા આવ્યો હતો. આ કાર્યક્રમમા અધ્યક્ષ તરીકે કિતિસિંહ વાઘેલા,ધારાસભ્ય કાંકરેજ, ગોપાલસિંહ સોલંકી,સદસ્ય જીલ્લા પંચાયત,બનાસકાંઠા, ભરતસિંહ ભટેસરિયા,બનાસકાંઠા જીલ્લા ભાજપ મહામંત્રી, ઇસુભા વાધેલા, તાલુકા ભાજપ મહામંત્રી, શાંતુભા ડાભી જીલ્લા પંચાયત પૂર્વ ચેરમેન, શાંતિભાઈ ડી.જોષી,સહકારી માધ્યમિક શાળા શિક્ષક સંઘના પ્રમુખ, હંસપુરી ગોસ્વામી, તાલુકા વિરોધ પક્ષના નેતા વગેરે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

તમામ મહેમાનોનુ સ્વાગત શાળાના આચાર્ય તોફીકભાઈ. બી.સોલંકી દ્વારા કરવામા આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં ગામના સરપંચ લવજીજી મણાજી અને જસવંતભાઈ ઠકકર તેમજ ગામના સભ્યો યુવાનો વડીલો આગેવાનો હાજર રહ્યા હતા કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય તોફીકભાઈએ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે  નિવૃત્ત શિક્ષકો રઘુનાથ ભાઇ અને શૈલેષભાઇ વ્યાસને વિદાય આપવામા આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code