આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,કાંકરેજ(ભગવાન રાયગોર)

બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના પાદરડી ગામે આવેલ નવદુર્ગા વિધાલયમાં અભ્યાસ કરતા ધોરણ ૧૦ અને ધોરણ ૧ર ના વિધાર્થીઓનો દિક્ષાંત સમારોહ યોજાયો હતો. આગામી ૭ માર્ચ થી ધોરણ ૧૦ અને ૧ર ની પરિક્ષા શરૂ થઇ રહી છે ત્યારે વિવિધ શાળાઓ ધોરણ ૧૦ અને ૧ર માં અભ્યાસ કરતા વિધાર્થીઓને પુરતુ માર્ગદર્શન મળી રહે તે હેતુ થી વિદાય સમારોહનું આયોજન કરવામાં આવતુ હોય છે. આવો જ વિદાય સમારોહ કાંકરેજના પાદરડી ગામે રાખવામાં આવ્યો હતો.
આ વિદાય સમારોહમાં શાળાના લેબુજી ભુદરજી ઠાકોર અને પાદરડીના સરપંચના મેંતુજી ચમનજી ઠાકોર,શાળાના આચાર્ય કંચનજી ઠાકોર તેમજ શાળાના શિક્ષકો હાજર રહયા હતા. આ સાથે શાળાના આચાર્યએ વિધાર્થીઓને આવનારી પરિક્ષા અંગે માર્ગદર્શશ આપવામાં આવ્યુ હતુ. તો વળી માર્ચ ર૦૧૮માં લેવાયેલ ઘોરણ ૧૦ અને ૧રની પરિક્ષામાં શાળા કક્ષાએથી એક થી ત્રણ નંબર લાવનાર વિધાર્થીઓને શાળાના શિક્ષક જોષી વિષ્ણુભાઇ અને પજાપતિ શૈલેષભાઇ તરફથી ઇનામ આપવામાં આવ્યા હતા.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code