બનાસકાંઠા જીલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો ડીસા ખાતે યોજાશે

અટલ સમાચાર,કાંકરેજ બનાસકાંઠા જીલ્લા વહીવટીતંત્ર ઘ્વારા 3 જાન્યુઆરીએ સવારે ૧૦ વાગ્યે ડીસા ગંજબજારમાં જીલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનુ આયોજન કરવામા આવ્યુ છે. ગત વષોઁમા રાજ્ય સરકારે ગરીબ કલ્યાણ મેળા થકી લાભાર્થીઓને મળવાપાત્ર લાભ આપવાનો પ્રયત્ન કર્યો હતો. ગરીબ કલ્યાણ મેળાના કાયઁક્રમનો મુખ્ય ઉદેશ છેવાડાના નાગરીકો સુધી સરકારી સહાય સીધે સીધી પહોચાઙવાનો રહેલ છે. તેના ભાગરૂપે
 
બનાસકાંઠા જીલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો ડીસા ખાતે યોજાશે

અટલ સમાચાર,કાંકરેજ

બનાસકાંઠા જીલ્લા વહીવટીતંત્ર ઘ્વારા 3 જાન્યુઆરીએ સવારે ૧૦ વાગ્યે ડીસા ગંજબજારમાં જીલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનુ આયોજન કરવામા આવ્યુ છે.

ગત વષોઁમા રાજ્ય સરકારે ગરીબ કલ્યાણ મેળા થકી લાભાર્થીઓને મળવાપાત્ર લાભ આપવાનો પ્રયત્ન કર્યો હતો. ગરીબ કલ્યાણ મેળાના કાયઁક્રમનો મુખ્ય ઉદેશ છેવાડાના નાગરીકો સુધી સરકારી સહાય સીધે સીધી પહોચાઙવાનો રહેલ છે. તેના ભાગરૂપે ગુરૂવારના રોજ સવારે દસ વાગ્યે તેનું આયોજન કરવામા આવ્યું છે.

જેમા કાંકરેજ તાલુકાનાં 217 લાભાર્થીઓ નોંધાયેલા છે. તે પૈકી બે લાભાર્થીને સ્ટેજ પર બોલાવી સહાય વિતરીત કરાશે. કાંકરેજ તાલુકાથી લાભાર્થીઓ લઇ જવા માટેની સગવડ પણ કરવામાં આવેલી છે. આ બાબતે તાલુકા વિકાસ અધિકારી કે.એસ.પ્રજાપતિએ જણાવ્યું હતુ કે, ગરીબ કલ્યાણ મેળા થકી સરકાર છેવાડાના લાભાર્થીઓને વિના મુશ્કેલીએ સામેથી યોજનાકીય લાભો આપવાનો પ્રયાસ કરી રહી છે.