આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,કાંકરેજ (ભગવાન રાયગોર)

બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના દૂગરાસણ ગામ ખાતે શનિવારે ચામુંડા માતાજી, વીરદાદા તથા મેલડી માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામા આવ્યો હતો.
નૂતન મંદિરમાં પંચકૂંડાત્મક ત્રી દિવસય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે ભાવી ભકતોએ દર્શનનો લાભ તેમજ પ્રસાદ નો લાભ લીધો હતો. તેમજ શનિવારે પણ ધૂમધામથી પ્રતિષ્ઠાનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમાં મહેમાન તરીકે બનાસકાંઠા જીલ્લા પ્રમુખ પીનલબેન ઠાકોરે દર્શનનો લાભ લીધો હતો. જેમાંદૂગરાસણ ગામ વતી સાલ ઓઢાડીને તેમનું સન્માન કરવામા આવ્યુ હતુ. આ સાથે ડી.ડી.જાલેરા.બ.કાં જી.(પ્રમુખ GKTS), ભુપતજી ઠાકોર (જીલ્લા પંચાયત સદસ્ય), મહિપતસિંહ વાઘેલા(તા.પં ઉપપ્રમુખ), ગોપાલસિંહ સોલંકી(બાંધકામ સમિતિ.ચેરમેન), રમેશજી ઠાકોર(ઉપપ્રમુખ. Gkts),વલ્કેશભાઈ ચૌધરી દુકાનદાર (એસોસિએન.પ્રમુખ),કનુજી ઠાકોર.(પત્રકાર ખારિયા) બચુજી વણાજી (જીલ્લા પંચાયત,સદસ્ય), વિક્રમજી ઠાકોર (માજી સરપંચ), રાધુજી વિહાજી(સરપંચ),ભૂદરજી સરદારજી તેમજ ગામના યુવાનો વડીલો આગેવાનો ભાઈઓ બહેનો માતાઓએ દર્શન તેમજ પ્રસાદનો લાભ લીધો હતો.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code