અટલ સમાચાર, કાંકરેજ(ભગવાન રાયગોર)
ભારત સરકારના કાયદા વિભાગે કાંકરેજ તાલુકામાં નવિન 11 નોટરીની નિમણુંક કરેલ છે. કાંકરેજ (શિહોરી) વકીલ મંડળમાંથી નોટરી માટે 11 વકીલઓએ માંગણી કરેલ હતી. જે તમામને સરકાર તરફથી નિયુક્ત કરતા શિહોરી વકીલ મંડળનું 100% રીઝલ્ટ આવેલ છે. જેથી તાલુકામાં આનંદની લાગણી પ્રસરેલ છે. તમામ નવ નિયુક્ત નોટરીઓને વકીલ મંડળના પ્રમુખ અશ્વિનભાઈ શાહ તથા શિહોરી વકીલ મંડળે અભિનંદન પાઠવેલ છે.