કાંકરેજ: ખોડા ગામે ખેતરમાં આગ લાગતા ઘંઉ બળીને ભસ્મિભૂત
અટલ સમાચાર,કાંકરેજ બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ખોડા ગામે વીજ વાયરના તણખલાથી આગ લાગતા ઘંઉનો પાક બળીને ખાખ થઇ ગયો હતો. કાંકરેજના ખોડા ગામે રવિવારે એક ઘઉંના ખેતરમા ઘંઉની કાપણી ચાલુ હતી. તે સમયે અચાનક વાયરમાંથી તણખલા પડતા એક વિધા ખેતરમાં ઘઉંનો પાક બળીને ખાંખ થઇ ગયો હતો. ખેતરમા ભાગીયા તરીકે કામ કરતા ઠાકોર બાલાજી વરસંગજી ખોડા
Apr 7, 2019, 18:10 IST

અટલ સમાચાર,કાંકરેજ
બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ખોડા ગામે વીજ વાયરના તણખલાથી આગ લાગતા ઘંઉનો પાક બળીને ખાખ થઇ ગયો હતો.
કાંકરેજના ખોડા ગામે રવિવારે એક ઘઉંના ખેતરમા ઘંઉની કાપણી ચાલુ હતી. તે સમયે અચાનક વાયરમાંથી તણખલા પડતા એક વિધા ખેતરમાં ઘઉંનો પાક બળીને ખાંખ થઇ ગયો હતો. ખેતરમા ભાગીયા તરીકે કામ કરતા ઠાકોર બાલાજી વરસંગજી ખોડા અને પટેલ વેલાભાઇ ગગાભાઇના ખેતરમા લાગી હતી. આગ લાગતા આ ખેડુતો ઉપર આભ તુટી પડયુ હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. ત્યારે નાણોટાના ફીટરની લાઇનમા ફોલ્ટ સર્જાતા ભોગવવાનો વાળો એક ખેડુતને આવ્યો હતો.