આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, કાંકરેજ

લોકડાઉન દરમ્યાન અનેક પ્રકારની હરકતો સામે પોલીસ કાર્યવાહી યથાવત છે. જેમાં ખાતરના વેચાણ સામે અનેક કાયદાના ભંગની ફરીયાદ દાખલ થઇ છે. ગ્રામ વિસ્તારમાં લાયસન્સ વિના અને ઊંચા ભાવે કૃભકોનુ ખાતર વેચતાં બે ઈસમો વિરૂદ્ધ ગુન્હો નોંધાયો છે. થરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ગેરકાનૂની રીતે ખેતી માટેનું ખાતર વેચાણ કરતાં અલગ અલગ ગામના બે વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ પંથકમાં આવેલ તેરવાડા ગામ નજીક કાર્યવાહી કરી છે. જેમાં સલીમગઢ ગામના જગતપુરી શંકરપુરી ગૌસ્વામી અને ઈસરવા ગામના મુકુંદભારથી બળદેવભારથી ગોસાઇ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઇ છે. આ બંને ઈસમો એકબીજા મેળાપીપણામાં આર્થિક લાભ સારૂં લાયસન્સ વગર અને નિયત ભાવથી પણ વધુ કિંમતે ખાતર વેચતાં હતા. કૃભકોની એક બેગ 266.50ની હોવા છતાં રૂપિયા 320થી 400 ભાવે વેચતાં હોવાનું ધ્યાને લઇ થરા પોલીસે પંચો આધારે તપાસ કરી બંને ઈસમોની ઓળખ કરી ફરિયાદ દાખલ કરી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, થરા ગેરકાયદે ખાતર વેચાણ સામેની કાર્યવાહીમાં આઇપીસી કલમ 188, 269, 114 અને ગુજરાત એસેન્સીયલ આર્ટીકલ્સ ડિલર્સ ઓર્ડર અધિનિયમની કલમ 4,5 તેમજ જરૂરી ચીજવસ્તુઓના અધિનિયમ 7(1)(a)(!!) મુજબ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code