આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,કાંકરેજ

કાંકરેજ તાલુકાના અમરનેસડા ગામમાં ત્રણ ઈસમોએ ભેંસો લઇને રસ્તા પર જઈ રહ્યા ઇસમ સાથે બોલાચાલી કરતાં ઉગ્ર ધર્ષણ શરૂ થયું હતુ. જેની સામે સ્થાનિક રબારીએ લોખંડ ની ટામી, લાકડી,છરી જેવા હથિયારો સાથે ત્રણ ઈસમો ઉપર હુમલો કરતા ત્રણ લોકો ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તોને શિહોરી રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રબારી પાંચાભાઈ વાલાભાઈએ શિહોરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આરોપીઓ પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ફરિયાદીના ભાઈ ભેંસો લઈ જતા દરમ્યાન આરોપીઓએ અહિયાં થી કેમ ભેંસો લઈ ચાલે છે તેવું કહેતાં શૈલેષ રબારી ત્યાંથી ભાગી ગયો હતો અને તેમના ભાઇઓ પાસે જઈ બધી વાત કરી હતી. જેમાં શાબ્દિક ઘર્ષણ વધતાં આરોપીઓએ ફરીયાદી રબારીના બોર ઉપર જઈ ઠપકો આપ્યો હતો. બોલાચાલીને અંતે મામલો મારામારી સુધી પહોંચ્યો હતો.
ઇજાગ્રસ્ત શાંતાબેન પાંચાભાઈ રબારીને (ઉંમર-40)માથાના ભાગે ઇજા,સોમાભાઈ વાલાભાઇને (50-વર્ષ) ડાબા હાથમાં ઇજા જયારે કાનજીભાઈ વાલાભાઇ રબારીને (45-વર્ષ) મોઢા ઉપર ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ દાખલ થયા હતા. પોલીસે મોહનજી બધાજી દરબા૨,રતનસંગ મોહનસંગ દરબાર,સુરાજી મોહનજી દરબાર (ત્રણેય રહે. અમરનેસડાવાળા) વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી આ કામના આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code