આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,કાંકરેજ (રામજી રાયગોર)

કાંકરેજ તાલુકાના ખારીયા ગામે શિવ શક્તિ માધ્યમિક હાઈસ્કૂલમાં જિલ્લા તંબાકુ નિયંત્રણ સેલ દ્વારા તાલુકા આરોગ્ય કચેરી કાંકરેજ આયોજિત પ્રા.આ.કેન્દ્ર આગનવાડા દ્વારા શાળા. શ્રી શિવ શક્તિમાં અને ઉમા વિદ્યાલય ખારીયા ખાતે તમાકું નિયંત્રણ વિષય પર વક્તુત્વ સ્પર્ધાનુ આયોજન તા. 24/6/2019 ના રોજ કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધા દરમ્યાન કુલ 162 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, જેમાં કુલ 8 વિદ્યાર્થીઓએ વકતુત્વ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ત્રણ આવનાર વાઘેલા ધરતીબા.પી.ધોરણ-12, વાઘેલા મંજુબા આર ધોરણ-11, વાઘેલા કોમલબા એસ ધોરણ 10 સ્પર્ધકોને ઇનામ આપવામાં આવ્યાં હતાં. મેડિકલ ઓફીસર અલ્પેશભાઈ છત્રાલીયા, અરવિંદભાઈ ચૌધરી સુપર વાઈઝર-, મ.પ.દે.વ. અજીતભાઈ કટારીયા, નર્સ- નીતાબેન રબારી, ઝાલા સુરેન્દ્રસિંહ આચાર્ય શિવભક્તિ હાઈસ્કૂલતથા આરોગ્ય સ્ટાફ તેમજ શાળા સ્ટાફગણ હાજર રહ્યા હતાં. આ કાર્યક્રમમાં શાળા પરિવાર તથા આરોગ્ય સ્ટાફ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code