કાંકરેજ: ધમાકેદાર વરસાદથી ઠેર-ઠેર પાણી, ગટરો ઉભરાતા તંત્રની પોલ ખુલી

અટલ સમાચાર,કાંકરેજ (રામજી રાયગોર) બનાસકાંઠાના કાંકરેજમાં થોડા દીવસના વિરામ બાદ આગાહી પ્રમાણે વરસાદની ધમાકે દાર એન્ટ્રી થઈ છે. થોડા દીવસોથી ગરમીમાં પણ વધારો થયો હતો. શુક્રવારે વરસાદી વાતાવરણ થતા ઠંડક પ્રસરી હતી. બીજી બાજુ થરા નગરપાલીકા વિસ્તારમા આવતા કેટલાક વિસ્તારોમા નગરપાલીકાની પોલ ખુલ્લી પડી ગઇ છે. અનેક વિસ્તારમાં પાણી ભરાવાના અને ગટરો ઉભરાવાના બનાવો સામે
 
કાંકરેજ: ધમાકેદાર વરસાદથી ઠેર-ઠેર પાણી, ગટરો ઉભરાતા તંત્રની પોલ ખુલી

અટલ સમાચાર,કાંકરેજ (રામજી રાયગોર)

બનાસકાંઠાના કાંકરેજમાં થોડા દીવસના વિરામ બાદ આગાહી પ્રમાણે વરસાદની ધમાકે દાર એન્ટ્રી થઈ છે. થોડા દીવસોથી ગરમીમાં પણ વધારો થયો હતો. શુક્રવારે વરસાદી વાતાવરણ થતા ઠંડક પ્રસરી હતી. બીજી બાજુ થરા નગરપાલીકા વિસ્તારમા આવતા કેટલાક વિસ્તારોમા નગરપાલીકાની પોલ ખુલ્લી પડી ગઇ છે. અનેક વિસ્તારમાં પાણી ભરાવાના અને ગટરો ઉભરાવાના બનાવો સામે આવ્યા છે.

કાંકરેજ: ધમાકેદાર વરસાદથી ઠેર-ઠેર પાણી, ગટરો ઉભરાતા તંત્રની પોલ ખુલી

બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકામાં થોડાક દિવસોના વિરામ બાદ વરસાદ વરસ્યો છે. ત્યારે થરા નગરપાલિકા વિસ્તારમાં ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા છે. પાલિકાના અમુક વિસ્તારોમાં ગટર ઉભરાવાના બનાવો સામે આવતા પાલિકાની પોલ ખુલી ગઇ છે. થરા બજારમા આવેલા સર્વિસ રોડની ગટરો ઉભરાતા વેપારીઓ અને વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

કાંકરેજ: ધમાકેદાર વરસાદથી ઠેર-ઠેર પાણી, ગટરો ઉભરાતા તંત્રની પોલ ખુલી

સુત્રોએ જણાવ્યુ હતુ કે, વારંવાર વેપારીઓ અને સ્થાનીકો દ્રારા રજુઆતો કરવા છતા નેશનલ હાઇવે ઓથોરીટી દ્રારા કોઇ જાતના પગલા લેવામા આવતા નથી. બનાસકાંઠાના શિહોરીમાં પણ ઠેર ઠેર પાણી ભરાયુ હતુ. જોકે વિરામ બાદ આવેલા વરસાદની ખેડુતોના ચહેરા પર ચમક જોવા મળી હતી. કાંકરેજ વિસ્તાર શુક્રવાર સાંજ સુધી 34 mm વરસાદ નોધાયો છે.