કાંકરેજના વડા ગામે રાજપુત સમાજનો ૭મો તેજસ્વી તારલા સન્માન સમારોહ યોજાયો
કાંકરેજના વડા ગામે રાજપુત સમાજનો ૭મો તેજસ્વી તારલા સન્માન સમારોહ યોજાયો

અટલ સમાચાર,કાંકરેજ

કાંકરેજ કર્મચારી મંડળ ઘ્વારા દર વર્ષની જેમ આ વર્ષ પણ કાંકરેજ રાજપૂત વિધાર્થી તથા વિધાર્થીનીઓનું સન્માન કરવામાં આવ્યું હતુ. જેમાં ધો-૬ થી લઇ ઉપલા વર્ગના વિધાર્થીઓ ૯૦ કે તેથી વધુ ટકા લાવ્યા હોય તેવા તમામનું સન્માન કરવામાં આવ્યું હતુ.
આ સમારોહમાં આનંદમુર્તિ મહારાજ,બલદેવનાથ મહારાજ,કાંકરેજ ધારાસભ્ય કિર્તિસિહ વાઘેલા,જીલ્લા ભાજપ મહામંત્રી ભારતસિંહ,તાલુકા યુવા ભાજપ મંત્રી જેણુભા વાઘેલા,માલસિંહ જાદવ,ગાંડાજી વાઘેલા,સામાજીક કાર્યકર ધર્મેન્દસિંહ,ઇશુભા વાઘેલા,જીલ્લા પંચાયત સદસ્ય, પુરણસિંહ વાઘેલા,કાંકરેજ રાજપૂત મહામંત્રી સજજનસિંહ,મફજી સોલંકી,વિનુભા સોલંકી તથા ખુબ જ મોટી સંખ્યામાં સામાજીક આગેવાનો તથા ગ્રામજનો વિધાર્થીઓનો જુસ્સો વધારવા હાજર રહયા હતા.