આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,કાંકરેજ (ભગવાન રાયગોર)

કાંકરેજ તાલુકાના ઈસરવા ગામે રાધાકૃષ્ણ અને શિવ પરિવાર દ્વારા પાંચમો પાટોત્સવ યોજાયો હતો, જેમાં બહોળી સંખ્યા માં ભાવિ ભક્તોએ લ્હાવો લીધો હતો. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ઈસરવા ગામે આવેલ રાધા કૃષ્ણ આશ્રમ ખાતે મંગળવારે રાધા કૃષ્ણ ભગવાનના મંદિરનો પાંચમો પ્રાણ પ્રતિષ્ડા પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

પાટોત્સવમાં ધામધૂમ પૂર્વક હવન યોજાયો હતો તેમજ ધ્વજારોપન પણ કરવામાં આવ્યું હતું. તેમજ રાત્રીના સમય ભજન સત્યગનું પણ આયોજન કરવામાં આવ્યું છે.જેમાં સ્વ.નટવરલાલ કાનજીભાઈ સોની પરિવાર તરફથી આ હવન યોજાયો હતો. જેમાં સંત સાધવી નાવીબેન તથા સંત સાધવી મંજિબેનની હાજરીમાં આ પાટોત્સવ યોજાયો હતો. આ કાર્યક્રમમાં આજુ બાજુ માંથી મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code