આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,કાંકરેજ

આજથી આગામી 10 મે સુધી નર્મદા કેનાલમાં પાણી છોડવાનું અટકાવી દેવામાં આવ્યુ છે. ઉનાળા ટાંણે નર્મદા વિભાગે કેનાલોનું રીપેરીંગ કામ હાથ ધરતા સતત ૧૦ દિવસ પિવાના પાણીની સમસ્યા ઉભી થઇ શકે છે. તંત્ર દ્વારા કેનાલ આધારિત સોર્સમાં પાણી ભરવાનું નકકી કરવામાં આવ્યુ છે. ૧૦ દિવસમાં સાઈફન કેનાલનું સમારકામ કરી મુખ્ય કેનાલથી જોડાવામાં આવશે. કેટલાક મહિના અગાઉ પણ ખારિયા પાસે રીપેરીંગની કામગીરી કરવામાં આવી હતી.

કાંકરેજ તાલુકાના થરા નજીક ખારીયા પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાં પડેલા ગાબડાને રીપેરીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેથી અગાઉનું ડાયવર્ઝન બંધ કરી પાણીને મેઇન કેનાલમાં નાખવા રીપેરીંગ કામ શરૂ થયુ છે. મંગળવારથી 10 દિવસ માટે મુખ્ય નહેરનું પાણી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. નર્મદા મુખ્ય નહેરના નાયબ કાર્યપાલક ઈજનેરે જણાવ્યું હતું કે, ‘નવીન બનાવેલા સાયફનમા પાણી ચાલુ કરવા માટે 10 મે સુધી પાણી બંધ થઇ જશે. ખારીયા પાસે કેનાલની અંદર આડબંધ બાંધીને પીવાના પાણીની વૈકલ્પિક વ્યવસ્થા કરવામા આવશે. ડિસ્ટ્રિબ્યુટરી, માઈનોર, સાઈફન કેનાલમાં પાણી સંગ્રહ કરાશે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code