કાંકરેજ: ભદ્રવાડી પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ,બાળમેળો યોજાયો

અટલ સમાચાર,કાંકરેજ (ભગવાન રાયગોર) કાંકરેજ તાલુકાના ભદ્રવાડી પ્રાથમિક શાળામાં સ્થાનિક કક્ષાનો શાળા પ્રવેશોત્સવ, બાળમેળો અને બદલી થતા બે શિક્ષકોનો દીક્ષાન્ત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દીપ પ્રાગટય કરીને કાર્યક્રમ ખુલ્લો મુકાયા બાદ દીકરીઓ દ્વારા સુંદર સ્વાગત ગીત રજુ કરવામાં આવ્યું હતુ. આચાર્ય દ્વારા ઉપસ્થિત સૌને આવકાર અને વિદાય લેતા શિક્ષકોને શુભેચ્છાઓ આપવામાં આવી હતી. ધોરણ 1
 
કાંકરેજ: ભદ્રવાડી પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ,બાળમેળો યોજાયો

અટલ સમાચાર,કાંકરેજ (ભગવાન રાયગોર)

કાંકરેજ તાલુકાના ભદ્રવાડી પ્રાથમિક શાળામાં સ્થાનિક કક્ષાનો શાળા પ્રવેશોત્સવ, બાળમેળો અને બદલી થતા બે શિક્ષકોનો દીક્ષાન્ત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દીપ પ્રાગટય કરીને કાર્યક્રમ ખુલ્લો મુકાયા બાદ દીકરીઓ દ્વારા સુંદર સ્વાગત ગીત રજુ કરવામાં આવ્યું હતુ. આચાર્ય દ્વારા ઉપસ્થિત સૌને આવકાર અને વિદાય લેતા શિક્ષકોને શુભેચ્છાઓ આપવામાં આવી હતી.

ધોરણ 1 ના અને આંગણવાડીના બાળકોને શૈક્ષણિક કીટ આપીને પ્રવેશોત્સવ કરવામાં આવ્યો અને તેજસ્વી બાળકોને સ્કૂલ બેગ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ક્રેન પ્રા.લી. કો તરફથી તમામ બાળકો ને 6420ની કીટ આપવામાં આવી હતી. કોહેઝન સંસ્થા તરફથી 1050ના કંપાસ બોક્સ આપવામાં આવ્યાહતા. તો હાતીમભાઈ તરફથી 2100 અને મોહમ્મદ ઉકાણી તરફથી દરેક બાળકને દેશી હિસાબ આપવામાં આવ્યો હતો. આ સાથે શિક્ષક અશોકભાઈ પ્રજાપતિ તરફથી 12 ચેણીયા ચોળી શાળાને ભેટ મળેલ છે.

વહેલી સવારે અનેકવિધ સ્ટોલ ખોલીને બાળદેવોને આનંદ વિભોર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ક્રેન પ્રા.લીમાંથી પ્રતિનિધિ રૂપે હિતેન્દ્રભાઈ ઝુલા ,કોહેઝન માંથી મહેશજી ઠાકોર, ગામના સરપંચ કાંતિજી જાલેરા, એસ.એમ.સી અધ્યક્ષ ભૂરાજી, ઉપાધ્યક્ષ મુર્તુજાભાઈ, દિલુભા,એસ.એમ.સી સભ્યો, ગામના અગ્રણીઓ, બાળકોના વાલીઓ અને વિદાય લેતા રમેશભાઈ પંચાલ અને ભાવેશભાઈ દરજી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન દિનેશભાઇ દેસાઈ દ્વારા કરવામાં આવેલ.