કાંકરેજ: ખારીયામાં ધોકા બાપજી મહારાજના મંદિરે દ્વિતિય પાટોત્સવ યોજાયો

અટલ સમાચાર,કાંકરેજ કાંકરેજ તાલુકાના ખારીયા ગામ ખાતે શુકવારે ધોકા બાપજી મહારાજની પાટોત્સવ ઉજવણી નિમિત્તે ધોકા બાપજી યુવક મંડળ તેમજ સમસ્થ ખારીયા ગામ દ્વારા ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ધોકાબાપજી મહારાજના દ્રિતિય પાટોત્સવ નિમિત્તે હવન યજ્ઞ ભોજન પ્રસાદ તથા રાત્રે સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો. જેમા સંતવાણી કાર્યક્રમના મુખ્ય કલાકાર શ્રદ્ધા વાણીયા ભજનીક, દિપકભાઇ જોષી લોક સાહિત્યકાર,
 
કાંકરેજ: ખારીયામાં ધોકા બાપજી મહારાજના મંદિરે દ્વિતિય પાટોત્સવ યોજાયો

અટલ સમાચાર,કાંકરેજ

કાંકરેજ તાલુકાના ખારીયા ગામ ખાતે શુકવારે ધોકા બાપજી મહારાજની પાટોત્સવ ઉજવણી નિમિત્તે ધોકા બાપજી યુવક મંડળ તેમજ સમસ્થ ખારીયા ગામ દ્વારા ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ધોકાબાપજી મહારાજના દ્રિતિય પાટોત્સવ નિમિત્તે હવન યજ્ઞ ભોજન પ્રસાદ તથા રાત્રે સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો. જેમા સંતવાણી કાર્યક્રમના મુખ્ય કલાકાર શ્રદ્ધા વાણીયા ભજનીક, દિપકભાઇ જોષી લોક સાહિત્યકાર, વિનોદભાઈ શિરવાડીયા લોક ગાયક, ભવ્ય સંતવાણીની મોજ કરાવી હતી. જેમા ગામના યુવાનો વડીલો ભાવી ભક્તો, નાના બાળકોએ દિવસે હવન યજ્ઞ ભોજન પ્રસાદ તેમજ રાત્રે ભવ્ય સંતવાણી કાર્યક્રમનો લાભ લીધો હતો. ત્યારે આજુબાજુના ગામોમાંથી પણ મોટી સંખ્યામાં લોકોએ ધોકાબાપજી મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.