આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,કાંકરેજ(ભગવાન રાયગોર)

બનાસકાંઠાના કાંકરેજ તાલુકાની શિહોરી કોર્ટમાં રમેશભાઇ અજાભાઇ પટેલ રહે ખસાવાળાએ દિનેશભાઇ જીવણભાઇ પટેલ રહે સોખડા,તા.વિજાપુરવાળાને કપાસનુ બિયારણ કિંમત રુ.3,17,500 બાકીમાં આપેલ હતા. જેના વળતર પેટે દિનેશભાઇએ ચેક આપ્યો હતો. જે ચેક રીર્ટન થતાં રમેશભાઇએ શિહોરી કોર્ટમાં ક્રી.કેસ.નં 880/07થી ફરીયાદ દાખલ કરેલ હતી.

આ ઉપરાંત રમેશભાઇ દુદાભાઇએ દિનેશભાઇ જીવણભાઇ પટેલને બિયારણ રુ.4,70,000 નુ બાકીમાં આપેલુ હતુ. જેના વળતર પેટે આરોપીએ ચેક આપેલો જે ચેક રીર્ટન થતાં રમેશભાઇએ કી.કેસ.881/07 ફરીયાદ દાખલ કરાવેલ હતી. આ બંને કેસની સુનાવણી શિહોરી કોર્ટમાં ચાલતાં રમેશભાઇના વકીલો જે.એસ.પટેલ તથા આર.કે.મનસુરીની ધારદાર દલીલોને દયાને રાખી શિહોરી જ્યુ.મેજી.ડી.જી.વાધેલાએ દિનેશભાઇને એક વર્ષની સજા તથા 5,000,નો દંડ અને જો દંડ ન ભરેતો વધુ ત્રણ માસની સજા ફટકારી તેમજ રમેશભાઇને ચેક મુજબની રકમ ચુકવવી અને જો ના ચુકવે તો વધુ ત્રણ માસની સજા ફટકારવાનો હુકમ કર્યો હતો.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code