આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,કાંકરેજ(ભગવાન રાયગોર)

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં આવેલ કાંકરેજ તાલુકા કેળવણી મંડળ સંચાલિત સેવંતીલાલ અમરતલાલ સૂરાણી વિધાસંકુલ માં આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના બી.એ., બી.કોમ. સેમેસ્ટર-૬ અને એમ.એ., એમ.કોમ. સેમેસ્ટર-૪ના વિધાર્થીઓનો દિક્ષાંત અને પારિતોષિક વિતરણ સમારોહ ૧૫ માર્ચ શુક્રવારના રોજ સવારે ૯ થી ૧૧ કલાક દરમ્યાન કાંકરેજ તાલુકા કેળવણી મંડળ થરાના મંત્રી નિરંજનભાઈ એસ.ઠક્કરના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભશરૂઆત કરવામાં આવી હતી. પધારેલ મહેમાનોનું પુષ્પગુચ્છથી સન્માન કોલેજના પ્રિન્સીપાલ ડૉ.દિનેશકુમાર એસ.ચારણે કરી કર્યુ હતુ. વિદાયગીત કું.સેજલ સોમાભાઈ પ્રજાપતિએ રજૂ કરતાં ઉપસ્થિત મહાનુભાવો તથા વિધાર્થીઓ-વિધાર્થિનીઓના આંખે ઝળઝળિયાં જોઈ વાતવરણ થોડી ક્ષણો ગમગીન બની ગયેઇ હતી. કોલેજના બાળકોએ પોત-પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા. ચૌહાણ અરવિંદકુમાર બાબૂભાઈ-પાદરવાળાને હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યૂનિવર્સિટી પાટણ ગોલ્ડ મેડલ તથા નાનામોટા અનેક ઈનામથી કોલેજ અધ્યાપકો તથા અલ્પેશભાઈ શેઠે સન્માન કરૂ હતુ.
વર્ષ ૨૦૧૭-૨૦૧૮માં આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના બી.એ., બી.કોમ. સેમેસ્ટર-૬ અને એમ.એ., એમ.કોમ. સેમેસ્ટર-૪ પ્રથમ નંબર મેળવનાર વિધાર્થીઓને શિલ્ડ તેમજ ઈનામ આપી કલાર્ક હિતેશભાઈ દવે, કિરીટ હેમતૂજી ગોહિલ, અમરતભાઈ રાવળ, પૂનમસિંહ પરમાર, મુકેશભાઈ રાણા, જોરાભાઈ દેસાઈ, રાયચંદભાઈ મેમદાવાદિયા, ગાડાજી ઠાકોર, પુંજાજી પરમાર વગેરેએ સન્માન કર્યુ હતુ. આ પ્રસંગે શિક્ષણવિદ નિરંજનભાઈ એસ.ઠક્કર, કોલેજ ભૂમિ દાતા રાજેશકુમાર સી.સોની, ડૉ.હેમરાજભાઈ પટેલ, સારાલાલ શાહ (ભાઈ), આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના શિક્ષકગણ, વાલીઓ તેમજ વિધાર્થીઓ વિશાળ સંખ્યામાં હાજર રહયા હતા. કાર્યક્રમનું સંચાલન કું.હીમાની મહેશભારથી ગૌસ્વામીએ કર્યુ હતુ. આભાર વિધિ આધ્યાપક ગૌરવભાઈ શ્રીમાળી કરી હતી.

24 Oct 2020, 7:52 AM (GMT)

COVID-19 Global Stats

42,837,008 Total Cases
1,153,111 Death Cases
31,591,320 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code