આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, બનાસકાંઠા
દુર્ગાવાન પરિવાર અંબાજી મંદિર સેવા સમિતિ દ્વારા પ.પૂ.આનંદ પ્રકાશ બાપુની 100માં જન્મજયંતી નિમિત્તે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કાંકરેજ તાલુકાના રણાવાડા (જા)માં કરાયું હતું. જેમાં કાંકરેજ તાલુકાના ધારાસભ્ય કીર્તિસિંહ વાધેલા, અણદાભાઈ પટેલ, ઈશ્વરભાઈ પટેલ, મામલતદાર કાંકરેજ સ્જનસિંહ સોલંકી, હરગોવનભાઈ શિરવાડિયા તેમજ મોટી સંખ્યામાં આગેવાનો ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં. તેમજ આ રક્તદાન કેમ્પની અંદર સ્વૈચ્છિક રકત આપ્યું હતું. જ્યારે કાંકરેજના ધારાસભ્ય ડૉ.કૌશલકુમાર હરિપ્રસાદ દવેના હાથે (યંગ સાયન્ટિસ્ટ કમિટી ચેરમેન ન્યૂયોર્ક) નું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ વધારે સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું. રક્તદાન કેમ્પની અંદર 102 રક્તની બોટલ ભેગી કરાઈ હતી.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code