આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,કાંકરેજ(ભગવાન રાયગોર)

કેન્દ્ર અને ગુજરાત રાજયની સરકાર ઘ્વારા લેવાયેલ નિર્ણયને આધારે મહિલાઓના વિકાસના હેતુ અંર્તગત 50%. મહિલા અનામતના ઓઠા હેઠળ મહિલાઓને જીલ્લા પંચાયત,તાલુકા પંચાયત,નગરપાલિકાઓ વિગેરેમાં મહિલા અનામતના નામે ટીકેટ લઈ ચુંટણી જીતી મહિલાના બદલે પતિ,સસરા,પુત્ર વિગેરે લાગતા વળગતા વહિવટ કરી સરકારના આદેશના લિરેલિરા ઉડાડી રહ્યા હોવાની ચર્ચાએ કાંકરેજ તાલુકામાં જોર પકડયુ છે.

મહત્વનું છે કે, કાંકરેજ તાલુકામા (89) પંચાયતો છે. જેમાં (46) જેટલી મહિલાઓ સરપંચ તરીકે ચુટાંયેલા છે. જેની કાંકરેજ મામલતદાર એમ.ટી. રાજપુત તથા કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી બીસી.ઝાલાની જે પંચાયતોમા મહિલા સરપંચ હોય તેમની ખાતરી કરી વિકાસના કામોની વિગતો અનુસાર પુછપરછ કરવામાં આવે કે કેટલા કામો કઈ કઈ સરકારના નિયમ અનુસાર યોજનાકીય કામગીરીની સમીક્ષા કરવામા આવે તો ખરેખર દૂધ નું દૂધ અને પાણીનુ પાણી બહાર આવી શકે તેમ સ્થાનિકો માંગણી કરી રહયા છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code