અટલ સમાચાર,કાંકરેજ(ભગવાન રાયગોર)
બનાસકાંઠાના કાંકરેજ તાલુકા કિસાન સંઘ ઘ્વારા ચાલુ સાલે 2017/18 પાક નિષ્ફળ ગયેલ હોવાથી ખેડુતોના વિમાનું પેમેન્ટ કપાઇ ગયુ હોવા છતા વિમો આપવામાં આવેલ ન હોવાથી આવેદન પત્ર આપવામાં આવ્યુ હતુ.
મહત્વનું છે કે, ચાલુ વર્ષે ઓછા વરસાદને કારણે ખેડુતોને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે, સરકારે અસરગ્રસ્ત જાહેર કરેલા બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ખેડુતોએ બેંકમાં પાક ધિરાણને લઇ વિમાનું પેમેન્ટ ભર્યુ હતુ. પરંતુ તેમને વિમાની રકમ ના મળતા ખેડુતોએ અલગ-અલગ બેંકોના મેનેજરને આવેદનપત્ર આપી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ખેડુતોએ બેંક મેનેજરોને વિનંતી સાથે ચિમકી પણ ઉચ્ચારી છે કે, જો અમારી વિમાની તાત્કાલિક નહી મળે તો અમો બેંક આગળ ધરણા પર બેસી ને વિરોધ નોંધાવીશું.