આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, કાંકરેજ (રામજી રાયગોર)

ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ઉંબરી દરબાર ગઢ ખાતે આવેલ જાગીરદાર કચેરીમાં દેવ દરબાર જાગીર મઠ ના ૧૦૦૮ મહંત બળદેવનાથ બાપુ અને ગંગા થળી ૧૦૦૮ મહંત જગદીશપુરી બાપુની હાજરીમાં પુસ્તક ના લેખક બારોટ શામળાજી કરશનજી દ્વારા લખાયેલ વાઘેલા વંશજ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.

swaminarayan

આ પ્રસગે દિયોદર રાજવી પરિવારના ગુમાનસિંહ વાઘેલા, માનસિંહ વાઘેલા, વાવ સ્ટેટ રાજવી ગજેન્દ્રસિંહ ચૌહાણ, કાંકરેજ જાગીરદાર સમાજના પ્રમુખ કરણસિંહ વાઘેલા આંગણવાઙા, મગનસિંહ વાઘેલા રાણકપુર માજી ધારાસભ્ય કાંકરેજ, કીર્તિસીહ વાઘેલા ખારીયા ધારાસભ્ય કાંકરેજ સહિત સમગ્ર બનાસકાંઠા પાટણ મહેસાણા જિલ્લાના ક્ષત્રિય સમાજ એકઠો થયો હતો અને રાજ વંશી બારોટો પણ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે જય માં ભવાની માં હિંગળાજ જય ઓગડનાથ દાદાના જયઘોષ સાથે ક્ષત્રિય રાજપુત સમાજમાં એકતા જોવા મળી હતી.

રાજા રજવાડાંનો ઇતિહાસ અત્યારે ખુબજ ઉપયોગી સાબિત થઈ શકે છે અને પછી વડવાઓ એ જે દેશ માટે બલિદાન આપ્યા હતા ત્યારે એક નવી પેઢી ને સાચા અર્થમાં રાજપુતની આન બાન શાન જાણવી જરૂરી હોવાથી આ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code