આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,કાંકરેજ (ભગવાન રાયગોર)

બનાસકાંઠા જિલ્લામાં આવેલા કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરીમાં વર્ષોથી માર્કેટયાર્ડ બંધ હાલતમાં પડ્યું હતું. ત્યારે શિહોરીના વેપારીઓ અને આજુબાજુના વિસ્તારમાં ખેડૂતો એ.પી.એમ.સી. થરા ચેરમેન અણદાભાઈ પટેલનો સંપર્ક કર્યો હતો. ત્યારે શિહોરી વેપારીઓ પિયુષ ઠક્કર, અરવિંદ ગોહિલ, સુરેશ જોષી, જયેશ ગૌસ્વામીએ એક ઝુંબેશ ઉઠાવી હતી અને પછી પરિણામે અનેક મીટીંગો કરી શિહોરી સબ માર્કેટ યાર્ડનું સાફ સફાઈ કરી રંગ રોગાન કરી તારીખ ૨૨ માર્ચના રોજ શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કાંકરેજ ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા,ભારતસિંહ ભાતેસરિયા, ડાયાભાઇ પીલિયાતર, હરગોવનભાઈ, મફજી સોલંકી, હેમાભાઇ વાઘેલા, શાંતુભા ડાભી, સમુજી ડાભી, અશ્વિનભાઈ શાહ(વકિલ) જીભાભાઈ દેસાઈ, ભરતસિંહ વાઘેલા, કપુરસિંહ પરમાર, લેબુજી ઠાકોર, ભરતભાઈ રાવલ સહીત પૂર્વ ભાજપના પ્રમુખ ઈશ્વરભાઈ પટેલે સ્ટેજ પર સંચાલન કર્યું હતું.
શિહોરી સબ માર્કેટ યાર્ડમાં બે વર્ષ સુધી શેષ નહિ લેવામાં આવે ત્યારે હવે ખેડૂતોને પોષણ ક્ષમ ભાવો મળશે અને નાણાં પણ રોકડા મળશે. જેથી વેપારીઓ અને ખેડૂતો માટે ખૂબ ફાયદો થશે. તેને કારણે હવે શિહોરી માર્કેટ ફરીધમધમાટ શરૂ થઈ ગયું છે. ત્યારે હવે કહેવાય છે કે ખેડૂતો માટે આ એક નવો માલિક નવો અવસર મળ્યો છે. ત્યારે અત્યારે 16 જેટલી પેઢીઓ કાર્યરત છે. એરંડા, રાયડો, વરિયાળી, જીરું, રાજગરો જેવા પાકોની આવકો શરૂ થઈ ગઈ હતી. અને ખેડૂતો માટે જબરદસ્ત ભાવ મળશે તેવી આશા વ્યક્ત કરી હતી. ૧૯ વર્ષે ફરીથી માર્કેટમાં તેજી જોવા મળી હતી અને ખેડૂતો માટે આનંદ થયો હતો ત્યારે હવે વેપારીઓ અને ખેડૂતો માટે સુખદ સમાચાર કહી શકાય.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code