આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,કાંકરેજ (ભગવાન રાયગોર)

બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના શિહોરી પે કેન્દ્ર શાળા નંબર 1 માં શાળામાં ખીલેલા અને સુરભેલા બાળ પુષ્પો હર્ષોલ્લાસ સાથે શાળાના વાર્ષિક ઉત્સવ ઉજવણી કરવામાં આવી હતી. ઉત્સવને યાદગાર બનાવવા માટે બાળ કાર્યક્રમ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સમગ્ર શિહોરી ગામ તથા ગામના આગેવાનો મહેમાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. શિહોરી ગામના તમામ આગેવાનોનું તથા મહેમાન શિક્ષકો આચાર્યોનું કુમકુમ તિલક અને પુષ્પથી શાળાની દીકરીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતુ. શાળાના બાળકોએ કાર્યક્રમ, પ્રાર્થના ડાન્સ બમ બમ બોલે ,ઢોલીડા, લેરી લાલા, આ દેશની ધરતી, ગીત શિવ સ્તુતિ જેવા કાર્યક્રમો કર્યા હતા.

આ પ્રસંગે આચાર્ય નરેન્દ્રસિંહ ડી.વાઘેલાએ તથા શાળા પરિવારે શિહોરી પે કેન્દ્ર શાળા-૧માં આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ગામે બાળકોને ડાન્સ રજુ કરતા બાળકોને ઇનામ આપી પ્રોત્સાહન આપ્યું હતું. આ પ્રસંગે ભારતસિંહ ભટેસરિયા, સાંતુભા ડાભી, અશ્વિનભાઈ શાહ, હંસ પુરી ગોસ્વામી, અણદુભા ડાભી, સમુજી સરપંચ, દિનેશ ભાઈ ઠક્કર, ચિનુ ભાઈ સોની, પુનમ સિંગ શ્રવણ સિંગ તથા મોટી સંખ્યામાં ગામ તથા મહેમાનો હાજર રહયા હતા.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code