કાંકરેજ: ખીમાણા ગામનો યુવક આર્મીમાં જોડાતા ઉષ્માભેર સ્વાગત કરાયું
અટલ સમાચાર,કાંકરેજ બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ખીમાણા ગામના વતની ઠાકોર આંગથળીયા ભાવસંગજી રામાજી આર્મી જોડાતા ગ્રામજનો દ્વારા સામૈયુ કરી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ભાવસંગજી રામાજી આર્મીમાં બેંગલોર ખાતે છ માસ ટ્રેનિંગ લઈ માદરે વતન ખીમાણા ગામે આવતા ગ્રામજનો તથા આગથળીયા પરિવાર દ્વારા તેમનું ઢોલ ડીજે વગાડી સામૈયું કર્યું હતું. ઉપરાંત સાલ તથા ફુલહાર પહેરાવી સ્વાગત
Apr 5, 2019, 11:35 IST

અટલ સમાચાર,કાંકરેજ
બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ખીમાણા ગામના વતની ઠાકોર આંગથળીયા ભાવસંગજી રામાજી આર્મી જોડાતા ગ્રામજનો દ્વારા સામૈયુ કરી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ભાવસંગજી રામાજી આર્મીમાં બેંગલોર ખાતે છ માસ ટ્રેનિંગ લઈ માદરે વતન ખીમાણા ગામે આવતા ગ્રામજનો તથા આગથળીયા પરિવાર દ્વારા તેમનું ઢોલ ડીજે વગાડી સામૈયું કર્યું હતું. ઉપરાંત સાલ તથા ફુલહાર પહેરાવી સ્વાગત કરી વધાવી લીધા હતા.
આ પ્રસંગે ઇશ્વરભાઇ ખટાણા, સુરેશભાઈ ખટાણા, ફતુજી પરમાર, પીરાજી પરમાર, ડી.ડી જાલેરા, ઉમંગ જોશી, કપુરજી પરમાર, મઘાજી પરમાર, ભમરસંગ પરમાર, વેલસંગ પરમાર, પસાજી પરમાર, મગનભાઈ કાળોતરા, ધારસંગજી આગથળીયા, પરતાપજી ઉંદરીયા, કેશાજી તથા ભવાની ક્ષત્રિય યુવક મંડળ ખીમાણા તેમજ ગ્રામજનો ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.