આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,કાંકરેજ

બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ખારીયા ગામે તા.૧૦ થી ૧૨ મે એમ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આજે બીજા દીવસે ભવ્ય શોભાયાત્રા યોજાઇ હતી. જેમાં ખુબ બહોળી સંખ્યામાં લોકો શોભાયાત્રામાં જોડાયાં હતાં. જેમાં ખારીયા ગામનાં વતની કાંકરેજનાં ધારાસભ્ય કિર્તીસિંહ વાધેલા, ડીડી.જાલેરા ઠાકોર સેનાના પ્રમુખ શોભાયાત્રામાં જોડાયાં હતાં.

ખારીયા ગામની નદી કીનારે આવેલા ચામુંડા માતાજીના મંદિરની ત્રિદિવસિય પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે હવન યજ્ઞ શોભાયાત્રા ભોજન પ્રસાદ તથા સંતવાણી તેમજ અન્ય પ્રસંગો રાખવામાં આવ્યા હતા. ત્યારે આજે બીજા દિવસે ભવ્ય શોભા યાત્રા યોજાઇ હતી. જેમાં ધોડા, બગી, ટ્રેક્ટરટોલી જેવાં સાધનોને ફુલોથી શણગાર કરી શોભાયાત્રામાં જોડાયાં હતાં. તેમજ લાઇવ ઙીજે.ના તાલે મંદીર થી સમસ્ત ખારીયા ગામમાં ફરીને શિવજી મંદિરે ચોકમાં આવી ગરબાની રમઝટ બોલાવી હતી. ત્યાર પછી શોભાયાત્રા ફરીને નીજ મંદીર ખાતે પુર્ણ થઇ હતી. ત્યારે સમસ્ત કાંકરેશા મોદી પરિવાર તથા પાલનપુર મોદી પરિવાર તથા સમસ્ત ખારીયા ગ્રામજનો દ્વારા તમામ પધારેલા સંતો-મહંતો બહારથી પધારેલા મહેમાનો હજારોની સંખ્યામા ઉમઙ્યા હતા. અને શોભાયાત્રની શોભા વધારી હતી. ત્યારે રાત્રે નામચીન કલાકારો સુખદેવ ગઢવી, મૌલિકા દવે દ્વારા ભવ્ય સંતવાણીનુ પણ આયોજન કરવામા આવ્યુ છે. ત્યાર પછી આવતી કાલે પ્રતિષ્ઠાની પૂર્ણાહુતી કરવામાં આવશે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code