અટલ સમાચાર, ડેસ્ક
પાકિસ્તાને આજે દાવો કર્યો છે કે તેઓ બે ભારતીય વિમાન પર હૂમલો કર્યો છે અને 2 પાયલોટની ધરપકડ કરી છે. તેવો દાવો કરે છે જેની પુષ્ટી હજુ બાકી છે. પરંતુ કહેવાઈ રહ્યું છે કે અભિનંદન નામના ભારતીય પાયલોટને પાકિસ્તાની સેનાએ કબજામાં લીધા છે. ત્યારે અમે આપને 20 વર્ષ પહેલા કારગિલ યુદ્ધ સમયે પાકિસ્તાન દ્વારા ભારતના એક ફાઇટર પાયલટની ધરપકડ કરવામાં આવી હતી. જેઓ દુશ્મનની ચુંગાલમાં કેવી રીતે ફસાયા અને પરત ફર્યાની કહાણી દિલચસ્પ છે.
તે સમયે નચીકેતાનું પ્લેન ક્રેશ અને કબજાના ના સમાચાર આંતરરાષ્ટ્રીય મીડિયામાં ચમકતા રહ્યા હતા. જે બાદ પાકિસ્તાન સરકાર પર દબાણ ઉભુ થયું અને 8 દિવસ પછી પાકિસ્તાનની આર્મીએ નચિકેતાને આંતરરાષ્ટ્રીય કમિટિ ઓફ ધ રેડ ક્રોસને સોંપ્યા. જે બાદ પાયલોટને વાઘા બૉર્ડર માર્ગે ભારત પરત મોકલ્યા.
કારગીલ યુદ્ધ 26 જુલાઈ 1999ના રોજ સમાપ્ત થયું હતું. આપને જણાવી દઈએ કે, 31 મે 1973ના જન્મેલ બહાદુર ભારતીય પાયલોટ નચીકેતાને વાયુ સેના મેડલથી સન્માનીત કરવામાં આવ્યા છે.