કરૂણા@વાવઃ બિમારી દૂર કરવા બાળકને ડામ દીધો, અંતે મોત

અટલ સમાચાર, ડીસા (અંકુર) બનાસકાંઠા જિલ્લાના વાવના વાછરડામાં કરૂણ બનાવ બનવા પામ્યો છે. 10 વર્ષના નાના બાળક બિમાર રહેતો હોઈ દુઃખ દુર કરવા પરિવારે અંધશ્રધ્ધાનો રસ્તો પકડી લીધો હતો. બાળકને બિમારી દૂરકરવા તાંત્રિક પાસે લઈ ગયા હતા. ત્યાં આ તાંત્રિકે તેને ડામ દેતા માસુમને ગંભીર હાલત બની હતી. જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. પરંતુ
 
કરૂણા@વાવઃ બિમારી દૂર કરવા બાળકને ડામ દીધો, અંતે મોત

અટલ સમાચાર, ડીસા (અંકુર)

બનાસકાંઠા જિલ્લાના વાવના વાછરડામાં કરૂણ બનાવ બનવા પામ્યો છે. 10 વર્ષના નાના બાળક બિમાર રહેતો હોઈ દુઃખ દુર કરવા પરિવારે અંધશ્રધ્ધાનો રસ્તો પકડી લીધો હતો. બાળકને બિમારી દૂરકરવા તાંત્રિક પાસે લઈ ગયા હતા. ત્યાં આ તાંત્રિકે તેને ડામ દેતા માસુમને ગંભીર હાલત બની હતી. જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. પરંતુ અંધશ્રધ્ધાનો રસ્તો આખરે પોતાના વ્હાલસોયાથી કાયમ માટે દૂર થઈ ગયો.

video:

બનાસકાંઠા સહિત ગુજરાતમાં ચર્ચાસ્પદ રહેલ ઘટનાની વિગત એવી છે કે, વાવ તાલુકાના વાછરડા ગામના તલાભાઈ ઠાકોરના 10 વર્સીય પુત્રને ન્યુમોનિયાની બિમારી હતી. જેથી અશિક્ષિત પરિવારે આ બિમારીને દૂર કરવા જૂની પરંપરા મુજબ અંધશ્રધ્ધાનો રસ્તો અપનાવ્યો હતો. અને નાના માસુમને ડામ આપવામાં આવતા ગંભીર હાલાતમાં બનાસકાંઠાની હોસ્પિટલો બાદ અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર બાદ કરૂણ મોત નિપજ્યું છે.

ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં આજે પણ લોકો અંધશ્રદ્ધામાં જીવી રહ્યા છે. નાના બાળકોને તાવ આવે ત્યારે ડામ આપવામાં આવી રહ્યા છે. ડામના કારણે આવા પંથકમાં મહિનામાં 20 કરતા પણ વધુ કેસ આવી રહ્યા છે. વારંવાર ડોકટર અને સામાજિક સસ્થા દ્રારા પણ જાગૃતિ માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આજે પણ લોકો જૂની પરંપરા રીત મુજબ જીવી રહ્યા છે અને આવી અંધશ્રધ્ધાને પ્રોત્સાહન આપી રહ્યા છે. જો સરકાર દ્વારા જાગૃતિ લાવવાના પર્યટન કરવામાં આવે તો ડામ દેવાના દુષણને દૂર કરી શકાય એમ છે.