આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ખેડબ્રહ્મા

સાબરકાંઠા જીલ્લાના લાંબડીયા પાસેના દેમતી નવાઘરા ગામ પાસેથી પસાર થતા બાઇકચાલકને કોટડા તરફ જતી એક સફેદ કલરની કારના ચાલકે ટકકર મારતા ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં બાઇકસવાર બે ઇસમોના કરૂણ મોત નિપજયા હતા. જયારે એક ઇસમની હાલત ગંભીર હોવાનું સામે આવ્યુ છે.
લાંબડીયા પાસે કાર અને બાઇક ચાલક વચ્ચે રવિવારે ગંભીર અકસ્માત થયો હતો. કારચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી જોરદાર ટક્કર મારતા બાઈકના ચાલક તેજુભાઈ નાથાભાઇ પારધી (ઉ.વ.આ.૪૫, રહે. મતરવાડા, તા.પોશીના) અને પાછળ બેઠેલ લસાભાઈ રામસાભાઈ ગમાર (ઉ.વ.આ.૪૫,રહે.વીંછી,તા.પોશીના) નીચે પટકાતા ગંભીર ઈજાઓ થઈ હતી. ગંભીર અકસ્માતને લઈ દેમતી સરપંચ લાધુભાઈ સહિત આજુબાજુથી મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્તોને ૧૦૮ દ્વારા તાત્કાલિક ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન ર યુવકના કરૂણ મોત નિપજ્યા હતા. જયારે અન્ય એક યુવક સારવાર હેઠળ હોવાનું સામે આવ્યુ છે. મૃતક બાઇકચાલકના ભાઈ માલજીભાઈ નાથાભાઇ પારધીએ ભાગી છુટેલ કારચાલક વિરુદ્ધ ખેરોજ પોલીસમથકે ફરિયાદ નોંધાવતા ઇન્ચાર્જ પી.આઈ. એમ.બી.કોટવાલે વધુ તપાસ હાથ ધરી છે. ભાગી છુટેલ કારચાલકને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે.

18 Sep 2020, 9:52 AM (GMT)

COVID-19 Global Stats

30,375,397 Total Cases
950,988 Death Cases
22,060,016 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code