ઘરના બાથરૂમમાં પાણી ભરેલી વાદળી રંગની ડોલ રાખોઃ થશે અઢળક ફાયદા

અટલ સમાચાર, ડેસ્ક તમારા ઘરનું બાથરૂમ આમ તો સામાન્ય હોય છે, પરંતુ વાસ્તુ શાસ્ત્ર મુજબ તેનાથી પણ કેટલાક દોષ ઉત્પન્ન થાય છે, જે માનવ જીવનને શુભ-અશુભને પ્રભાવિત કરે છે. જો તેના પર ધ્યાન ન આપીએ તો જીવનમાં ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. શું તમને ખબર છે કે તમારા ઘરના બાથરૂમમાં વાદળી રંગની ડોલ
 
ઘરના બાથરૂમમાં પાણી ભરેલી વાદળી રંગની ડોલ રાખોઃ થશે અઢળક ફાયદા

અટલ સમાચાર, ડેસ્ક

તમારા ઘરનું બાથરૂમ આમ તો સામાન્ય હોય છે, પરંતુ વાસ્તુ શાસ્ત્ર મુજબ તેનાથી પણ કેટલાક દોષ ઉત્પન્ન થાય છે, જે માનવ જીવનને શુભ-અશુભને પ્રભાવિત કરે છે. જો તેના પર ધ્યાન ન આપીએ તો જીવનમાં ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. શું તમને ખબર છે કે તમારા ઘરના બાથરૂમમાં વાદળી રંગની ડોલ રાખવાથી ખૂબ ફાયદો થાય છે. આમ કરવાથી જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિમાં વધારો થાય છે.

બાથરૂમ ઘરનો એક મહત્વનો ભાગ હોય છે. જે તમારા ધન લાભથી સંબંધ ધરાવે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ, બાથરૂમમાં વાદળી કલરની ડોલ સુખ-શાંતિ જાળવી રાખે છે. જોકે આ ડોલને પાણીથી ભરેલી રાખવી જરૂરી છે. જેથી ઘરમાં ધનનું આગમન નિરંતર થતું રહે.

આ સિવાય તમારા ઘરના બાથરૂમના દરવાજા સામે અરીસો ના હોવો જોઈએ, આ અશુભ અને નકારાત્મક પ્રભાવ ઉત્પન્ન કરે છે. જ્યારે પણ તમે બાથરૂમનો દરવાજો ખોલો છો ત્યારે નકારાત્મક ઉર્જા અરીસાથી અથડાઇને ફરીથી ઘરમાં પ્રવેશે છે. જોકે સ્નાન કર્યા બાદ બાથરૂમના દરવાજાને ખુલો મૂકવો યોગ્ય ગણવામાં આવે છે. જે ઘરની નકારાત્મક ઉર્જાને ખેંચવાનું કામ કરે છે.

ઉપરાંત જો તમારા ઘરના બેડરૂમમાં બાથરૂમ અથવા ટોયલેટ છે તો તેનો દરવાજો હમેશા બંધ રાખવો જોઇએ. વાસ્તુ શાસ્ત્ર મુજબ, બેડરૂમ અને બાથરૂમમાં બે અલગ-અલગ એનર્જી જોય છે અને તે પરસ્પર અથડાય તે અશુભ માનવામાં આવે છે. જેની ખરાબ અસર તમારા અથવા તમારા પરિવારજનોના સ્વાસ્થ્ય પર પડી શકે છે.