કેરળ: અકસ્માતના 2 યાત્રીઓને કોરોના, રાહત કાર્યમાં લાગેલા 50 કર્મી ક્વૉરન્ટીન

અટલ સમાચાર, ડેસ્ક કેરળ સ્થિત કોઝિકોડ અકસ્માતનો શિકાર થયેલા એર ઇન્ડિયા એક્સપ્રેસ વિમાનમાં સવાર બે યાત્રીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ જાણકારી સુત્રોએ આપી છે. કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળના સુત્રોએ જણાવ્યું છે કે દુબઇથી પાછા ફરેલા બે યાત્રીઓના કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. રાજ્યના ઉચ્ચ શિક્ષા મંત્રી કે.ટી. જલીલે જણાવ્યું કે બે કોવિડ પોઝિટિવમાંથી
 
કેરળ: અકસ્માતના 2 યાત્રીઓને કોરોના, રાહત કાર્યમાં લાગેલા 50 કર્મી ક્વૉરન્ટીન

અટલ સમાચાર, ડેસ્ક

કેરળ સ્થિત કોઝિકોડ અકસ્માતનો શિકાર થયેલા એર ઇન્ડિયા એક્સપ્રેસ વિમાનમાં સવાર બે યાત્રીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ જાણકારી સુત્રોએ આપી છે. કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળના સુત્રોએ જણાવ્યું છે કે દુબઇથી પાછા ફરેલા બે યાત્રીઓના કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. રાજ્યના ઉચ્ચ શિક્ષા મંત્રી કે.ટી. જલીલે જણાવ્યું કે બે કોવિડ પોઝિટિવમાંથી એકની મોત થઇ ગઇ છે. જેની ઓળખ 45 વર્ષીય સુધીર તરીકે કરવામાં આવી છે. મંત્રીએ જણાવ્યું કે તેમના સેમ્પલને તપાસ માટે મોલવામાં આવ્યા છે. અને તેમના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

મલ્લપુરમના જિલ્લાઅધિકારી કે. ગોપાલકૃષ્ણને જણાવ્યું કે તમામ યાત્રીઓને વિભિન્ન હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. અને તેમની કોવિડ તપાસ પણ કરવામાં આવી છે. સાથે જ મૃતદેહોની પણ પ્રોટોકોલ હેઠળ કોવિડ 19ની તપાસ થશે.

રાજ્ય સ્વાસ્થય મંત્રી કે.કે.શૈલજાએ કહ્યું કે રાહત અને બચાવ અભિયાનમાં સામેલ લોકોને પણ સ્વાસ્થય અધિકારીઓને રિપોર્ટ મોકલવો પડશે અને સાવચેતીના પગલે તેમને સેલ્ફ ક્વૉરન્ટીન રહેવું પડશે. CISFના સુત્રોએ જાણકારી આપી છે કે બચાવ કાર્યમાં 50 લોકોને ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે જે રાહત બચાવ કાર્યમાં લાગેલા લોકોનો સંપર્ક કોઇ રાહત કે બચાવકર્મી સાથે થયો છો કે કેમ તેમ પણ તપાસ કરવામાં આવશે. એક અન્ય અધિકારીએ કહ્યું કે આમાં સમય લાગી શકે છે માટે તમામ લોકોને ટેમ્પરરી આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.