આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, કડી

કડી પંથકમાં વેપારી આલમની સૌથી મોટી અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. અધધધ.. કહી શકાય તેટલાં વજનનું કરોડોની કિંમતનું જીરું ગાયબ થઈ ગયું છે. વેપારીએ 22 હજાર મણથી વધુ વજનનું જીરું કંપનીનાં ગોડાઉનમાં સાચવવા મૂક્યું હતું. જોકે એકાદ મહિનાની અંદરનાં સમયગાળામાં સરેરાશ 5 કરોડથી વધુનું જીરું ગાયબ થઈ જતાં ખળભળાટ મચી ગયો છે. વેપારીએ ગોડાઉન કંપનીનાં મેનેજર વિરુદ્ધ કડી પોલીસ સ્ટેશને ફરિયાદ આપતાં સમગ્ર બાબત બહાર આવી છે. જોકે જીરું સગેવગે થયાની આખી ઘટના જાણે ફિલ્મી સ્ટોરી હોય તેવું ચિત્ર બનાવી રહી છે. સામાન્ય હોદ્દો ધરાવતો સુપરવાઇઝર ગોડાઉનમાં સિક્યોરિટી છતાં 7થી હજારથી વધુ બોરી જીરું કેવી રીતે સગેવગે કરી શકે તે સવાલ અકળાવી રહ્યો છે. ફરિયાદ આધારે કડી પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જિલ્લાના ઉંઝા ગંજબજારમા જીરુંનુ સૌથી મોટું ખરીદ-વેચાણ થાય છે. આમ છતાં કડી પંથકમાં જીરુંને લઈ વેપારી બજારને હચમચાવી દેતી ઘટના સામે આવી છે. કડી નજીક કરણનગર ખાતે આવેલા પ્રાઇવેટ ગોડાઉનમાંથી 7,496 બોરી જીરું બારોબાર સગેવગે થઈ ગયું છે. કડી નજીક વાધરોડા ગામે યુગ એન્ટરપ્રાઇઝ નામે પેઢી ધરાવતાં ચેતન પુંજાભાઈ પટેલે કરણનગર ખાતે આવેલ ખાનગી ગોડાઉનમાં 5 કરોડ 62 લાખથી વધુ કિંમતનુ જીરું ભાડેથી સાચવવા માટે મૂક્યું હતું. આ ગોડાઉન આર્યા કોલેટરલ વેરહાઉસિંગ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીનો છે. આ ગોડાઉન કંપનીના એરિયા મેનેજર નરેન્દ્રકુમાર અને તેના હેઠળ ક્લસ્ટર મેનેજર દિપક વિશ્વકર્મા આવે અને તેની નીચે સુપરવાઇઝર તરીકે અમિત રમેશભાઈ પ્રજાપતિ ફરજ બજાવે છે. વેપારી ચેતન પટેલે 5.62 કરોડનું જીરું ગત માર્ચ 2021થી એપ્રિલ 2021 દરમ્યાન મૂક્યું હતું. હવે સુપરવાઇઝર અમિત પ્રજાપતિ નોકરી લાગ્યાને સરેરાશ એક મહિનામાં વેપારીનું 5 કરોડથી વધુનું જીરું ગાયબ થઈ જતાં પગ તળેથી જમીન ખસી ગયા જેવું બન્યું છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ગત 25/5/2021 ના રોજ ક્લસ્ટર મેનેજર દિપકે યુગ એન્ટરપ્રાઇઝના વેપારી ચેતન પટેલને ફોન કરી કહ્યું હતું કે, સુપરવાઇઝર અમિત પ્રજાપતિએ ગોડાઉનમાંથી જીરુંનો સ્ટોક ખાલી કરી નાખ્યો છે. ઘ્રાસકો આપતો ફોન મૂકી તાત્કાલિક વેપારી ચેતન પટેલ ગોડાઉન ખાતે જવા નિકળ્યા હતા. ત્યાં જઈને જોયું તો ગોડાઉનમાંથી જીરુંની 7 હજારથી વધુ બોરી ગાયબ હતી. આથી વેપારી ચેતન પટેલે સુપરવાઇઝર અમિતના ઘરે તપાસ કરતાં હાજર નહોતો. આથી તાબડતોબ તપાસ કરવા છતાં જીરું નહિ મળતાં વેપારી ચેતન પટેલે ગોડાઉન કંપનીનાં સુપરવાઇઝર અમિત પ્રજાપતિ વિરુદ્ધ જીરાની બોરીઓ સગેવગે કરી ગોડાઉન કંપની અને પોતાની સાથે વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવી છે. જેથી કડી પોલીસે આઇપીસી 406, 409 અને 420 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કેમ લાગે છે ફિલ્મી સ્ટોરી જેવો ઘટનાક્રમ ?

સૌથી મોટી વાત છે કે, ગોડાઉન કંપનીનાં સુપરવાઇઝરે ફરજમાં નિષ્કાળજી કરી ષડયંત્ર રચ્યું તો પછી કંપનીએ કેમ ફરિયાદ ના કરી?

જીરૂંની બે પાંચ નહિ 7 હજારથી વધુ બોરી હતી તો એક રાતમાં ક્યારેય ગાયબ થાય નહિ?

જીરૂંની બોરી ગોડાઉનમાંથી સગેવગે થતી હતી ત્યારે સિક્યોરિટી ક્યાં હતી?

સુપરવાઇઝરને નોકરીએ રાખ્યો એના એક જ મહિનામાં કેવીરીતે આટલું મોટું ષડયંત્ર રચવાનો કારસો ઘડ્યો?

કરોડોની કિંમતનો માલ સંગ્રહ કરતાં ગોડાઉનમાં સીસીટીવી હતા કે નહોતા તે પણ ગંભીર શંકાસ્પદ કેમ નહિ?

સાડા પાંચ કરોડથી વધુનું જીરૂં સગેવગે થયું તો ફરિયાદમાં આટલો બધો વિલંબ કેમ?

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code