આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, સિરોહી

કોરોનાને લઇ લોકડાઉન વચ્ચે સિરોહી જીલ્લામાં તમાકુનો મોટી માત્રામાં જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. મંડાર પોલીસ દ્રારા બ્રાન્ડેડ મિરાજ કંપનીની તમાકુનો જથ્થો ઝડપી પાડ્યો છે. રેવદર પાસેથી મકાઇ અને જુવારના કટ્ટાની આડમાં લઇ જવાતો તમાકુનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ સાથે ટ્રક સહિતનો મુદ્દમાલ પણ પોલીસ સ્ટેશને જપ્ત કરવામાં આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજસ્થાનના ઉદેપુરથી રાણીવાડા(ઝાલોર) નજીકથી મિરાજ તમાકુનો એક કરોડની કિંમતનો જથ્થો ઝડપાયો છે. બજારમાં મોટી માત્રામાં મિરાજ કંપનીના તમાકુની માંગમાં ગેરકાયદેસર રીતે આરોપીઓ દ્વારા સરકારે બહાર કરેલી સૂચના હેઠળ તમાકુ અને ગુટકાના કબજા, સંગ્રહ, વેચાણ અને પરિવહન પર પ્રતિબંધ હોવાથી એક મિરાજ તમાકુના રૂ.5ની જગ્યાએ 100માં તે વેચવામાં આવી રહી છે. જેને લઇ આરોપીઓ દ્વારા મિરાજનું બ્લેક માર્કેટિંગ હેઠળ લાવીને મોટો નફો કમાવવાના ઇરાદે પોલીસથી ચોરીછુપીથી લઇ જવામાં આવતી હતી. પોલીસે કડક અને ગંભીર નાકાબંધી કરીને આ કાર્યવાહી હાથ ધરી હતી.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, સિરોહી જિલ્લામાં લાંબા સમયથી પોલીસ મથક મોટી કાર્યવાહી કરી રહ્યું છે. પોલીસે સ્થળ પરથી મીરાજ ભરેલી કંપનીની ટ્રક અને તમાકુ પાઉચમાંથી કાર્ટૂન કબજે કરવામાં આવ્યા છે. હાલમાં બ્રાન્ડેડ મિરાજ કંપનીની તમાકુની માંગને ધ્યાનમાં રાખીને બ્લેકમાર્કેટમાં વેચાણ કરી રહ્યા છે. પોલીસે મિરાજની કિંમત એક કરોડ રૂપિયાથી વધુ હોવાનો અંદાજ લગાવ્યો છે. આ સાથે મીરાજ તમાકુના ગેરકાયદેસર પરિવહન સાથે સંકળાયેલા ત્રણ આરોપીઓને પોલીસે ધરપકડ કરી છે. નોંધનિય છે કે, ઉદેપુરથી રાણીવાડા ઝાલોર ખાતે એક મોટો કન્સાઈનમેન્ટ લાવવામાં આવી રહ્યો હતો.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code