ખળભળાટ@મહેસાણા: કોરોનાથી મોતની સંખ્યા વધી, આજે 35 કેસ વચ્ચે 2 મરણ

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જીલ્લામાં કોરોનાનો કહેર અવિરત બન્યો હોય તેમ દરરોજ ડબલ આંકડામાં નવા કેસો સામે આવી રહ્યા છે. આજે જીલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં મળી એકસાથે નવા 35 દર્દીઓનો ઉમેરો થયો છે. આ સાથે જીલ્લામાં કોરોનાગ્રસ્ત 2 દર્દીઓના સારવાર દરમ્યાન સાંઇક્રિષ્ણા હોસ્પિટલમાં મોત થયુ છે. આ તરફ આજે જીલ્લામાં કુલ 8 દર્દીઓ સાજા
 
ખળભળાટ@મહેસાણા: કોરોનાથી મોતની સંખ્યા વધી, આજે 35 કેસ વચ્ચે 2 મરણ

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જીલ્લામાં કોરોનાનો કહેર અવિરત બન્યો હોય તેમ દરરોજ ડબલ આંકડામાં નવા કેસો સામે આવી રહ્યા છે. આજે જીલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં મળી એકસાથે નવા 35 દર્દીઓનો ઉમેરો થયો છે. આ સાથે જીલ્લામાં કોરોનાગ્રસ્ત 2 દર્દીઓના સારવાર દરમ્યાન સાંઇક્રિષ્ણા હોસ્પિટલમાં મોત થયુ છે. આ તરફ આજે જીલ્લામાં કુલ 8 દર્દીઓ સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જીલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ બેકાબૂ બન્યુ હોય તેમ હાલ કુલ 333 કેસ એક્ટિવ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના મહેસાણા જીલ્લામાં આજે કોરોનાના એકસાથે 35 દર્દીઓ ઉમેરાયા છે. આ સાથે આજે મહેસાણા શહેરના નાગલપુરના 60 વર્ષિય પુરૂષ અને પાંચોટના 70 વર્ષિય સ્ત્રીનું કોરોના સારવાર દરમ્યાન સાંઇક્રિષ્ણા હોસ્પિટલમાં મોત થયુ છે. જીલ્લામાં આજે સૌથી વધુ શહેરી વિસ્તારમાં 18 અને ગ્રામ્ય વિસ્તારમાં 17 મળી નવા 35 કેસની હડકંપ મચી ગયો છે. આજે સૌથી વધુ મહેસાણા શહેરી વિસ્તારમાં 9 અને ગ્રામ્ય વિસ્તારમાં પણ મહેસાણામાં 8 દર્દીઓ સામે આવ્યા છે. આરોગ્ય તંત્ર દ્રારા કોવિડ ગાઇડલાઇન લગત તમામ દર્દીઓના એકદમ નજીકથી અને થોડે દૂરથી સંપર્કમાં આવેલા લોકોને હોમ ક્વોરેન્ટાઇન કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

ખળભળાટ@મહેસાણા: કોરોનાથી મોતની સંખ્યા વધી, આજે 35 કેસ વચ્ચે 2 મરણ

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, આજે મહેસાણામાં એકસાથે 35 કેસ આવતાં આરોગ્ય તંત્રમાં સંક્રમણની ચેન તોડવા દોડધામ મચી છે. આજે મહેસાણા શહેરમાં 9, મહેસાણાના ગ્રામ્ય વિસ્તારમાં 8, ઉંઝા શહેરમાં 3, વડનગર શહેરમાં 2, વિસનગર શહેરમાં 4, કડી તાલુકામાં 5, બેચરાજી તાલુકામાં 1 અને વિજાપુર તાલુકામાં ત્રણ મળી નવા 35 કેસ સામે આવ્યા છે. આ તરફ કોવિડ-19 અંતર્ગત જીલ્લામાં અત્યાર સુધી 10524 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે પૈકી 9700 સેમ્પલ નેગેટીવ આવ્યા બાદ આજે નવા 295 સેમ્પલનો રીપોર્ટ આવ્યો હતો. જેમાં 35 સેમ્પલનો રીપોર્ટ પોઝિટીવ આવતાં ખળભળાટ મચી ગયો છે.